વડાપ્રધાન મોદીએ બેલ્જિયમના તેમના સમકક્ષ બાર્ટ ડી વેવર સાથે મુલાકાત કરી, દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર ભાર મૂક્યો
નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગુરુવારે અહીં હૈદરાબાદ હાઉસમાં બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર સાથે મુલાકાત કરી. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વાતચીત થઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, હૈદરાબાદ હાઉસમાં બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર સાથે મુલાકાત કરી


નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગુરુવારે અહીં હૈદરાબાદ હાઉસમાં બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર સાથે મુલાકાત કરી. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વાતચીત થઈ રહી છે.

આ પહેલા ભારતમાં આવેલા બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવરે, રાજઘાટ જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી.

ડી વેવર ત્રણ દિવસની સત્તાવાર ભારત યાત્રા પર બુધવારે રાત્રે નવી દિલ્હી પહોંચ્યા. તેમની સાથે બેલ્જિયમના સંરક્ષણ મંત્રી થિયો ફ્રેન્કન પણ ભારત આવ્યા છે. ફેબ્રુઆરી 2025માં પદભાર સંભાળ્યા પછી વડાપ્રધાન તરીકે ડી વેવરની આ પ્રથમ ભારત યાત્રા છે. નવી દિલ્હી પહોંચવા પર સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય સેઠે તેમનું સ્વાગત કર્યું.

વિદેશ મંત્રાલય અનુસાર, ડી વેવરની યાત્રાનો ઉદ્દેશ્ય ભારત અને બેલ્જિયમ વચ્ચેની ગાઢ અને બહુઆયામી ભાગીદારીને વધુ મજબૂત કરવાનો છે. બંને પક્ષો વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, ટેકનોલોજી, નવીનીકરણીય ઊર્જા, સંપર્ક તથા લોકો વચ્ચેના સંબંધો સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા કરશે.

બેલ્જિયમના વડાપ્રધાન ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરારના સંદર્ભમાં ભારતીય ઉદ્યોગ પરિસંઘના એક વેપાર કાર્યક્રમમાં મુખ્ય ભાષણ પણ આપશે. આ પછી તેઓ મુંબઈ જશે, જ્યાં તેઓ હીરા, બંદર અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા હિતધારકો સાથે વાતચીત કરશે.

ભારત અને બેલ્જિયમ વચ્ચેના આર્થિક સંબંધોમાં હીરાનો વેપાર મહત્વપૂર્ણ છે. બેલ્જિયમના એન્ટવર્પને વૈશ્વિક હીરાના કારોબારના મુખ્ય કેન્દ્રોમાં ગણવામાં આવે છે. બંને દેશો વચ્ચે 2025-26માં દ્વિપક્ષીય વેપાર 13 અબજ ડોલરથી વધુ રહ્યો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande