તૃણમૂલ કોંગ્રેસે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ પાસેથી તાત્કાલિક સમય માંગ્યો, પોલીસ પર રાજકીય પક્ષપાતનો આરોપ લગાવ્યો
કોલકતા, નવી દિલ્હી, 3 સપ્ટેમ્બર (હિ.સ.). પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ અને પોલીસના કથિત વ્યવસ્થિત દુરુપયોગ ને લઈને તૃણમૂલ કોંગ્રેસે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રાજ્યપાલ આર.એન. રવિ પાસેથી તાત્કાલિક મુલાકાતનો સમય માંગ્યો છે.
તૃણમૂલના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ'બ્રાયન


કોલકતા, નવી દિલ્હી, 3 સપ્ટેમ્બર (હિ.સ.). પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ અને પોલીસના કથિત વ્યવસ્થિત દુરુપયોગ ને લઈને તૃણમૂલ કોંગ્રેસે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રાજ્યપાલ આર.એન. રવિ પાસેથી તાત્કાલિક મુલાકાતનો સમય માંગ્યો છે. તૃણમૂલના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ'બ્રાયને જણાવ્યું કે, ગુરુવારે સવારે દિલ્હીમાં રાષ્ટ્રપતિને અને કોલકાતામાં રાજ્યપાલને અલગ-અલગ પત્રો મોકલીને પાર્ટી પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરવા વિનંતી કરવામાં આવી છે.

ડેરેક ઓ'બ્રાયને પત્રકારોને જણાવ્યું કે, બંગાળની વર્તમાન સ્થિતિને લઈને તૃણમૂલે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ પાસેથી તાત્કાલિક મુલાકાતનો સમય માંગ્યો છે. પાર્ટી પ્રતિનિધિમંડળ આ દરમિયાન રાજ્યની સ્થિતિ અને કાયદો અને વ્યવસ્થા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે.

આ પગલું તૃણમૂલના રાષ્ટ્રીય મહાસચિવ અને લોકસભા સાંસદ અભિષેક બેનર્જીના તે આરોપો પછી ઉઠાવવામાં આવ્યું છે, જેમાં તેમણે કહ્યું કે ગુરુવારે વહેલી સવારે હથિયારોથી સજ્જ ભાજપના કાર્યકરો કોલકાતાના કેમેક સ્ટ્રીટ સ્થિત તૃણમૂલ કાર્યાલયમાં ઘૂસી ગયા. તેમના મતે, કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી, કર્મચારીઓ સાથે મારપીટ થઈ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન પહોંચાડવામાં આવ્યું.

લોકસભા સાંસદ અભિષેકે એવો પણ આરોપ લગાવ્યો કે, પાર્ટીના કાર્યકરો અને વકીલો દ્વારા વારંવાર ફોન અને ઈ-મેલ કરવામાં આવ્યા હોવા છતાં કોલકતા પોલીસે લગભગ 2 કલાક સુધી કોઈ કાર્યવાહી કરી નહીં. તેમણે આ ઘટનાને કાયદાના શાસનની ખુલ્લી અવહેલના ગણાવી.

ડેરેક ઓ'બ્રાયને આરોપ લગાવ્યો કે, છેલ્લા ઘણા મહિનાઓથી સ્થિતિ સતત કથળી રહી છે. તેમણે કહ્યું કે રાજ્યભરમાં તૃણમૂલના કાર્યકરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને પાર્ટી કાર્યાલયોમાં તોડફોડ કરવામાં આવી રહી છે. તેમણે દાવો કર્યો કે ગુરુવારે વહેલી સવારે લગભગ 4:30 વાગ્યે બનેલી ઘટના પણ આ જ સિલસિલાનો એક ભાગ છે.

તેમણે પોલીસ પર નિર્ધારિત નિયમો અને પ્રક્રિયાઓનું પાલન ન કરવા અને રાજકીય પક્ષપાત સાથે કામ કરવાનો આરોપ લગાવ્યો. બ્રાયને કહ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે કથળી ગઈ છે અને પોલીસ ભાજપના કાર્યકરોની જેમ કામ કરી રહી છે.

તૃણમૂલ કોંગ્રેસના આઈટી સેલના પ્રભારી ઉપાસના ચૌધરીએ પણ આરોપ લગાવ્યો કે, ગુરુવારે વહેલી સવારે લગભગ 3:30 વાગ્યે ભાજપના કાર્યકરોએ કેમેક સ્ટ્રીટ સ્થિત પાર્ટી કાર્યાલયના સુરક્ષા ગાર્ડ્સ પર હુમલો કર્યો અને કાર્યાલયમાં તોડફોડ કરી. તેમણે કહ્યું કે, પાર્ટી પાસે ઘટનાના સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ છે અને આ મામલે પ્રાથમિકી નોંધાવવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande