સ્વચ્છ ઊર્જા ભવિષ્ય અને ભરોસાપાત્ર સપ્લાય ચેઇન ભારત-બેલ્જિયમની સહિયારી પ્રાથમિકતાઓ : વડાપ્રધાન
નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું કે, ભારત અને બેલ્જિયમના સંબંધો પરંપરાગત ક્ષેત્રથી આગળ વધીને સંરક્ષણ અને સ્વચ્છ ઊર્જા જેવા વ્યૂહાત્મક ક્ષેત્રો સુધી પહોંચી ગયા છે. સ્વચ્છ ઊર્જા ભવિષ્ય અને ભરોસાપાત્ર સપ્લાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી


નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું કે, ભારત અને બેલ્જિયમના સંબંધો પરંપરાગત ક્ષેત્રથી આગળ વધીને સંરક્ષણ અને સ્વચ્છ ઊર્જા જેવા વ્યૂહાત્મક ક્ષેત્રો સુધી પહોંચી ગયા છે. સ્વચ્છ ઊર્જા ભવિષ્ય અને ભરોસાપાત્ર સપ્લાય ચેઇન બંને દેશોની સહિયારી પ્રાથમિકતાઓ છે. આગામી પાંચ વર્ષમાં આપણે દ્વિપક્ષીય વેપારને બમણો કરવા જઈ રહ્યા છીએ. બંને દેશો વચ્ચે સૈન્ય અને તાલીમ સહયોગને મજબૂત કરવા પર સહમતિ બની છે. આપણે આપણી એજન્સીઓ વચ્ચે ગુપ્ત માહિતી પણ શેર કરીશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ગુરુવારે બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી. વાટાઘાટો પછી, બંને નેતાઓએ સંયુક્ત પ્રેસ નિવેદન આપ્યું. વડાપ્રધાને કહ્યું કે, બંને દેશો જોરાવર ટેન્ક જેવા આધુનિક સંરક્ષણ ઉપકરણો પર સાથે કામ કરી રહ્યા છે. આંધ્ર પ્રદેશના કાકીનાડામાં આપણે વિશ્વના સૌથી મોટા ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ્સમાંથી એક વિકસાવી રહ્યા છીએ. તેમણે જણાવ્યું કે નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં આજે બંને દેશો વચ્ચે સમજૂતી થઈ છે. દુર્લભ ખનિજોના પ્રક્રિયાકરણ અને પુનઃચક્રણમાં સહયોગ વધારવાનો આપણે નિર્ણય લીધો છે.

તેમણે કહ્યું કે, સેમિકન્ડક્ટરમાં બેલ્જિયમની નિપુણતા અને ભારતના સ્તર એકબીજાના પૂરક છે. આ દિશામાં આપણે બેલ્જિયમના આઇએમઇસી ઇન્સ્ટિટ્યૂટને ભારતના સેમિકન્ડક્ટર તંત્ર સાથે જોડવા માટે મળીને કામ કરીશું. વૈશ્વિક વિષયો પર વડાપ્રધાને કહ્યું કે, ભારત અને બેલ્જિયમ બંને નિયમ આધારિત વ્યવસ્થા, સંવાદ અને કુટનીતિ પર વિશ્વાસ રાખે છે. બંને દેશો યુક્રેન અને પશ્ચિમ એશિયામાં સંઘર્ષના શીઘ્ર સમાપ્તિ અને શાંતિના પ્રયાસોને સમર્થન આપે છે અને આતંકવાદના દરેક સ્વરૂપને જડમૂળથી સમાપ્ત કરવાની પ્રતિબદ્ધતા દોહરાવે છે.

પોતાના નિવેદનમાં વડાપ્રધાને ભારત અને બેલ્જિયમના સંબંધોના ઇતિહાસને યાદ કર્યો અને કહ્યું કે, હજારો ભારતીય સૈનિકોનું પ્રથમ વિશ્વ યુદ્ધમાં સાહસ અને બલિદાન આપણી સહિયારી સ્મૃતિનો મહત્વનો ભાગ છે. વડાપ્રધાને કહ્યું કે, આજે ભારતની વિકાસ યાત્રા દુનિયામાં વિશ્વાસ પેદા કરી રહી છે. આ સંદર્ભમાં તેમણે તાજેતરમાં આવેલા ત્રિમાસિક વિકાસ આંકડાઓનો ઉલ્લેખ કર્યો, જેમાં ભારતની જીડીપીને 7.5 ટકાની ગતિથી વધારવાની વાત કહેવામાં આવી છે. તેમણે કહ્યું કે, આજે વિશ્વ ઉથલપાથલના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. દુનિયાના ઘણા ભાગોમાં સંઘર્ષની સ્થિતિ છે. ખાદ્ય, ઇંધણ અને સપ્લાય ચેઇન દરેક ક્ષેત્રમાં અનિશ્ચિતતાનો પ્રભાવ વધી રહ્યો છે. આ પડકારજનક માહોલમાં પણ ભારતની અર્થવ્યવસ્થાએ પોતાની ગતિ જાળવી રાખી છે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande