
જમ્મુ, નવી દિલ્હી, 03 સપ્ટેમ્બર (હિ.સ.). જમ્મુના કનાચક સેક્ટરમાં ગુરુવારે સવારે આંતરરાષ્ટ્રીય સરહદ પર, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)એ એક પાકિસ્તાની ઘૂસણખોરને પકડ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું કે, 44 બીએસએફ બટાલિયનના જવાનોએ સવારના સમયે બોર્ડર આઉટ પોસ્ટ (બીઓપી) સોહન પાસે ઘૂસણખોરને પકડ્યો. તેમણે કહ્યું કે પકડાયા બાદ તે વ્યક્તિને બીએસએફની કસ્ટડીમાં લેવામાં આવ્યો. આ દરમિયાન બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. અધિકારીઓએ જણાવ્યું કે, પકડાયેલા વ્યક્તિ પાસેથી હાલ તેની ઓળખ, ઘૂસણખોરીનો હેતુ અને અન્ય જરૂરી માહિતી વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ