
નવી દિલ્હી, 3 સપ્ટેમ્બર (હિ.સ.): દિલ્હીના લોકાયુક્ત ન્યાયાધીશ હરીશ ચંદ્ર મિશ્રાનું ગુરુવારે સવારે સફદરજંગ હોસ્પિટલમાં અવસાન થયું. 23 માર્ચ, 2022 ના રોજ તેમણે દિલ્હીના લોકાયુક્ત તરીકે શપથ લીધા હતા. મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને દિલ્હીના અન્ય મંત્રીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું, દિલ્હીના લોકાયુક્ત ન્યાયાધીશ હરીશ ચંદ્ર મિશ્રાના નિધનના સમાચાર ખૂબ જ દુઃખદ છે. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે અને તેમના પરિવાર અને શુભેચ્છકોને આ ગહન દુઃખ સહન કરવાની શક્તિ આપે.
દિલ્હીના જાહેર બાંધકામ વિભાગના મંત્રી પ્રવેશ સાહિબ સિંહે તેમના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું, તેમનું નિધન ન્યાય અને જાહેર સેવાના ક્ષેત્ર માટે એક અપૂર્ણ નુકસાન છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ દિવંગત આત્માને શાંતિ આપે અને આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવારને ધીરજ અને શક્તિ આપે. દિલ્હીના આરોગ્ય મંત્રી ડૉ. પંકજ કુમાર સિંહે તેમના નિધનના સમાચારને અત્યંત દુઃખદ અને પીડાદાયક ગણાવ્યા.
દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ ,તેમના મૃત્યુને કાયદાકીય જગત અને સમાજ માટે એક અપૂર્ણ નુકસાન ગણાવ્યું. સિરસાએ કહ્યું કે, ન્યાય અને જન કલ્યાણ માટે તેમનું સમર્પણ અને યોગદાન હંમેશા યાદ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / ધીરેન્દ્ર યાદવ / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ