ચોરવડલા ગામમાં આયુષ્માન કાર્ડ માટે રાત્રિ કેમ્પ યોજાયો
ભાવનગર,30 સપ્ટેમ્બર (હિ.સ.) ચોરવડલા ગામમાં ગ્રામજનોને આરોગ્યલક્ષી સરકારી યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી આયુષ્માન કાર્ડ કાઢી આપવા માટે રાત્રિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોનગઢના સુપરવાઈઝર તેમજ આરોગ્ય વિભાગની
આયુષમાન કાર્ડ કેમ્પ યોજવામાં આવ્યો


ભાવનગર,30 સપ્ટેમ્બર (હિ.સ.) ચોરવડલા ગામમાં ગ્રામજનોને આરોગ્યલક્ષી સરકારી યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી આયુષ્માન કાર્ડ કાઢી આપવા માટે રાત્રિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોનગઢના સુપરવાઈઝર તેમજ આરોગ્ય વિભાગની રામધરી અને આંબલા ટીમના સંયુક્ત પ્રયાસોથી આ કેમ્પ યોજાયો હતો.

કેમ્પ દરમિયાન ગામના પાત્ર લાભાર્થીઓને આયુષ્માન ભારત યોજના હેઠળ આયુષ્માન કાર્ડ કઢાવી આપવા માટે જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગામમાં જ કેમ્પનું આયોજન કરવામાં આવતા ગ્રામજનોને કાર્ડ બનાવવા માટે અન્ય સ્થળે જવાની જરૂર ન રહે અને સમય તથા ખર્ચની બચત થાય તેવો લાભ મળ્યો હતો.

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લાભાર્થીઓ પાસેથી જરૂરી દસ્તાવેજો અને માહિતી મેળવી આયુષ્માન કાર્ડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. રાત્રિના સમયે કેમ્પ યોજવામાં આવતા દિવસ દરમિયાન પોતાના રોજિંદા કામકાજમાં વ્યસ્ત રહેતા ગ્રામજનોને પણ આ સેવાનો લાભ લેવાની સુવિધા મળી હતી.

કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આયુષ્માન કાર્ડ અંગેની જરૂરી માહિતી મેળવી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા યોજનાની કામગીરી, કાર્ડના ઉપયોગ અને ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ અંગે પણ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગ્રામજનો માટે ગામમાં જ આયુષ્માન કાર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતા લોકોએ આરોગ્ય વિભાગની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રકારના કેમ્પ દ્વારા વધુમાં વધુ પાત્ર પરિવારો સુધી સરકારી આરોગ્ય યોજનાનો લાભ પહોંચે અને કોઈપણ લાભાર્થી યોજનાથી વંચિત ન રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande