શાળાઓથી લઈને ST ડેપો સુધી ‘સેવા સંકલ્પ’નો સંદેશ : પૂર્વ કચ્છમાં 430થી વધુ લોકો બન્યા જાગૃતિ અભિયાનના સાક્ષી
કચ્છ, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી, સાયબર સુરક્ષા અને નશીલા પદાર્થોથી બચવા અંગે જનજાગૃતિ વધારવા માટે વિવિધ સ્થળોએ સેમિનારો યોજવામાં આવ્યા હતા. આદિપુર, ગળપાદર અને
પૂર્વ કચ્છમાં સેવા સંકલ્પ અંતર્ગત વર્કશોપ


પૂર્વ કચ્છમાં સેવા સંકલ્પ અંતર્ગત વર્કશોપ


પૂર્વ કચ્છમાં સેવા સંકલ્પ અંતર્ગત વર્કશોપ


કચ્છ, 30 સપ્ટેમ્બર (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી, સાયબર સુરક્ષા અને નશીલા પદાર્થોથી બચવા અંગે જનજાગૃતિ વધારવા માટે વિવિધ સ્થળોએ સેમિનારો યોજવામાં આવ્યા હતા. આદિપુર, ગળપાદર અને રાપર ખાતે યોજાયેલા આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, એસ.ટી. કર્મચારીઓ, ગ્રામજનો તથા આગેવાનો સહિત 430થી વધુ લોકો જોડાયા હતા.

આદિપુરની ગુરુનાનક પબ્લિક સ્કૂલ ખાતે આદિપુર પોલીસ સ્ટેશનના PSI આર.એમ. ડુવા દ્વારા ટ્રાફિક નિયમોને સમજાવવા માટે ડોક્યુમેન્ટરી વીડિયો રજૂ કરવામાં આવ્યો હતો. માર્ગ પર વાહન ચલાવતી વખતે રાખવાની જરૂરી સાવચેતી, ટ્રાફિક નિયમોનું પાલન તથા અકસ્માત નિવારણ અંગે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી. આ સાથે સાયબર ક્રાઈમના વધતા બનાવો અને નાર્કોટિક્સ ડ્રગ્સના જોખમો અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગળપાદર માધ્યમિક શાળામાં ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના PSI કે.જે. વાઢેર દ્વારા વિદ્યાર્થીઓને સાયબર છેતરપિંડીની બદલાતી રીતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. ડિજિટલ અરેસ્ટ, વોઈસ ફિશિંગ, ઓનલાઈન શોપિંગ ફ્રોડ, શેરબજાર રોકાણના નામે થતી છેતરપિંડી, ઈન્સ્ટન્ટ લોન, નકલી નોકરીની ઓફર અને ઓનલાઈન ગેમિંગના નુકસાન જેવા મુદ્દાઓ સમજાવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખવા અને અજાણી લિંક કે ઓફરથી સાવચેત રહેવા પણ અપીલ કરાઈ હતી.

રાપરની શ્રીમતી નિરંજના પંકજ મહેતા માધ્યમિક શાળામાં બીટ ઇન્ચાર્જ પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અજાણ્યા વ્યક્તિ સાથે ઓનલાઈન મિત્રતા ન કરવી, અજાણ્યા કોલથી સાવચેત રહેવું તથા સાયબર ફ્રોડ થાય તો તાત્કાલિક 1930 સાયબર હેલ્પલાઈનનો સંપર્ક કરવા અંગે માહિતી અપાઈ હતી.

રાપર ખાતે એસ.ટી. વિભાગના ડ્રાઈવરો માટે પણ માર્ગ સલામતી અંગે વિશેષ માર્ગદર્શન અપાયું હતું. સમગ્ર અભિયાન દરમિયાન નશાથી દૂર રહેવા, ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને ડિજિટલ દુનિયામાં સાવચેતી રાખવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande