ભાવનગરમાં નગરસેવકો સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષની બેઠક
ભાવનગર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) ભાવનગર મહાનગર ભાજપ કાર્યાલય ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં નગરસેવકો સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભાવનગર મહાનગરના વિકાસકાર્યો, જનસેવા અને નાગરિકોને લગતા વિવિધ મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામા
ભાજપ દ્વારા બેઠક યોજવામાં આવી


ભાવનગર, 30 સપ્ટેમ્બર (હિ.સ.) ભાવનગર મહાનગર ભાજપ કાર્યાલય ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં નગરસેવકો સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભાવનગર મહાનગરના વિકાસકાર્યો, જનસેવા અને નાગરિકોને લગતા વિવિધ મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન મહાનગરમાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની કામગીરી અંગે નગરસેવકો પાસેથી માહિતી મેળવવામાં આવી હતી. સાથે જ આગામી સમયમાં હાથ ધરાનારા વિકાસકાર્યો, નાગરિકોની સુવિધાઓ અને જનહિતલક્ષી કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નગરસેવકોને જનપ્રતિનિધિ તરીકે લોકો સાથે સતત સંપર્કમાં રહી તેમની સમસ્યાઓના નિરાકરણ માટે સક્રિય કામગીરી કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી નીમુ બાંભણીયા, પ્રદેશ મહામંત્રી અનિરૂદ્ધ દવે, ભાવનગર મહાનગર ભાજપ અધ્યક્ષ કૃણાલ શાહ, પ્રભારી કમલેશ મીરાણી, મેયર ઉષાતલરેજા, સેવા સંકલ્પ અભિયાનના ઇન્ચાર્જ બ્રિજેશ મેરજા સહિત ભાજપના આગેવાનો અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં મહાનગરના વિકાસને વધુ વેગ આપવા, વિવિધ વિસ્તારોમાં નાગરિકોને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ જનસેવાની કામગીરીને વધુ અસરકારક બનાવવા અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. નગરસેવકોએ પણ પોતાના વિસ્તારોના પ્રશ્નો અને જરૂરી વિકાસકાર્યો અંગે પ્રદેશ અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરી હતી. પ્રદેશ અધ્યક્ષે રજૂ થયેલા મુદ્દાઓ અંગે ચર્ચા કરી યોગ્ય કામગીરી માટે માર્ગદર્શન આપ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande