પાટણ સેશન્સ કોર્ટે રૂ. 398 કરોડથી વધુના દેશવ્યાપી સાયબર ફ્રોડ કેસના આરોપીની જામીન અરજી ફગાવી.
પાટણ, 30 સપ્ટેમ્બર (હિ.સ.) પાટણ સેશન્સ કોર્ટે રૂ. 398 કરોડથી વધુના દેશવ્યાપી સાયબર ફ્રોડ કેસના આરોપી રોહન ઠાકોરની જામીન અરજી ફગાવી દીધી છે. રોહન ઠાકોર હાલ જેલમાં છે. તપાસ મુજબ, આરોપીએ સમી APMC ખાતે ‘નવજીવન એન્ટરપ્રાઈઝ’ના નામે ખોટી પેઢી દર્શાવી બ
પાટણ સેશન્સ કોર્ટે રૂ. 398 કરોડથી વધુના દેશવ્યાપી સાયબર ફ્રોડ કેસના આરોપીની જામીન અરજી ફગાવી.


પાટણ, 30 સપ્ટેમ્બર (હિ.સ.) પાટણ સેશન્સ કોર્ટે રૂ. 398 કરોડથી વધુના દેશવ્યાપી સાયબર ફ્રોડ કેસના આરોપી રોહન ઠાકોરની જામીન અરજી ફગાવી દીધી છે. રોહન ઠાકોર હાલ જેલમાં છે.

તપાસ મુજબ, આરોપીએ સમી APMC ખાતે ‘નવજીવન એન્ટરપ્રાઈઝ’ના નામે ખોટી પેઢી દર્શાવી બેંકોમાં ચાલુ ખાતા ખોલાવ્યા હતા. આ ખાતાઓમાંથી કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો થયા હતા અને મોટી રકમ સેલ્ફ ચેકથી ઉપાડવામાં આવી હતી.

સરકારી વકીલ એસ.એચ. ઠક્કરે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આરોપીએ ‘ધી હારીજ નાગરિક સહકારી બેંક લિ.’ અને ‘બંધન બેંક, પાટણ’માં ખાતા ખોલાવ્યા હતા. બંને ખાતાઓમાં કુલ રૂ. 398.43 કરોડથી વધુના ગેરકાયદે વ્યવહારો થયાનું સામે આવ્યું છે.

તપાસમાં દેશભરમાંથી 228થી વધુ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું કોર્ટ સમક્ષ જણાવાયું હતું. ગુનાની ગંભીરતા અને વ્યાપને ધ્યાનમાં રાખીને કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande