પાટણ નગરપાલિકા દ્વારા 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી ખરીદાયેલા 6 ટ્રેક્ટર અને 7 ટ્રોલીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું
પાટણ, 09 સપ્ટેમ્બર (હિ.સ.) પાટણ નગરપાલિકા દ્વારા 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી ખરીદાયેલા 6 ટ્રેક્ટર અને 7 ટ્રોલીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ, સ્વચ્છતા ચેરમેન, વાહન કમિટી ચેરમેન સહિત નગરપાલિકાના અન્ય સદસ્યો ઉપસ્થિત રહ
પાટણ નગરપાલિકા દ્વારા 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી ખરીદાયેલા 6 ટ્રેક્ટર અને 7 ટ્રોલીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું


પાટણ નગરપાલિકા દ્વારા 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી ખરીદાયેલા 6 ટ્રેક્ટર અને 7 ટ્રોલીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું


પાટણ, 09 સપ્ટેમ્બર (હિ.સ.) પાટણ નગરપાલિકા દ્વારા 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી ખરીદાયેલા 6 ટ્રેક્ટર અને 7 ટ્રોલીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ, સ્વચ્છતા ચેરમેન, વાહન કમિટી ચેરમેન સહિત નગરપાલિકાના અન્ય સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાં લાંબા સમયથી ડોર-ટુ-ડોર કચરો ઉઘરાવવાની કામગીરીમાં પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે આ નવા સાધનો વસાવવામાં આવ્યા છે.

નગરપાલિકાના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, 15મા નાણાપંચની ગ્રાન્ટ હેઠળ 6 ટ્રેક્ટર માટે રૂ.18 લાખ અને 7 ટ્રોલી માટે આશરે રૂ.15 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ, કુલ રૂ.33 લાખના ખર્ચે સ્વચ્છતા કામગીરી માટે જરૂરી સાધનો ખરીદવામાં આવ્યા છે. નવા વાહનો ઉપલબ્ધ થતાં શહેરમાં કચરો એકત્ર કરવાની કામગીરી વધુ સુવ્યવસ્થિત અને ઝડપી બનશે.

આ નવા ટ્રેક્ટર અને ટ્રોલીના ઉપયોગથી ડોર-ટુ-ડોર કચરો ઉઘરાવવાની વ્યવસ્થામાં સુધારો થશે અને કચરાના નિકાલની પ્રક્રિયાને પણ વેગ મળશે. નગરપાલિકાના આ પ્રયાસથી શહેરની સ્વચ્છતા વ્યવસ્થા વધુ મજબૂત બનવાની સાથે સ્થાનિક લોકોને પણ સીધો લાભ મળશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande