એક અન્ય શંકાસ્પદ આતંકવાદીની મુંબઈમાં ધરપકડ
મુંબઈ, નવી દિલ્હી,19 સપ્ટેમ્બર (હિ.સ.) મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) એ શનિવારે રાત્રે થાણે
એક અન્ય શંકાસ્પદ આતંકવાદીની મુંબઈમાં ધરપકડ


મુંબઈ, નવી દિલ્હી,19 સપ્ટેમ્બર (હિ.સ.) મહારાષ્ટ્ર આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) એ શનિવારે રાત્રે થાણે જિલ્લાના, મુમ્બ્રા વિસ્તારમાંથી અન્ય એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી હતી. એટીએસ એ, હજુ સુધી તેની ઓળખ જાહેર કરી નથી, પરંતુ સૂત્રોએ જણાવ્યું કે, પકડાયેલા આતંકવાદીનું નામ ઇમરાન છે. એટીએસની ટીમ તેની પૂછપરછ કરી રહી છે.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે, મંગળવારે પાકિસ્તાન પ્રાયોજિત આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો અને છ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી. તેમાંથી એક જાન મોહમ્મદ શેખ ઉર્ફે સમીર કાલિયા, મુંબઈના ધારાવીમાં રહેતો હતો. જાન મોહમ્મદ પાસેથી મળેલી માહિતીના આધારે મહારાષ્ટ્ર એટીએસ એ, શુક્રવારે મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાંથી ઝાકિર હુસેન શેખની ધરપકડ કરી હતી. ઝાકીર (45 વર્ષ) ને, વિશેષ કોર્ટે 20 સપ્ટેમ્બર સુધી એટીએસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

એટીએસના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝાકિર હુસેન વિરુદ્ધ મુંબઈમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (યુએપીએ) હેઠળ એક અલગ એફઆઈઆર નોંધવામાં આવી છે. ઝાકિર પાસેથી મળેલી માહિતીના આધારે એટીએસ એ, મુમ્બ્રા વિસ્તારમાંથી ઇમરાન નામના અન્ય એક શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ કરી છે. એટીએસ એ પકડાયેલા શંકાસ્પદ આતંકવાદી વિશે સત્તાવાર માહિતી આપી નથી, પરંતુ સૂત્રોએ તેનું નામ ઇમરાન જણાવ્યુ છે.

મહારાષ્ટ્ર એટીએસને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે," ઝાકિર હુસેન પાકિસ્તાનના એન્થની નામના આતંકવાદીના સંપર્કમાં હતો. જો કે, ઝાકિર હુસેનને જાન મોહમ્મદ દ્વારા બોમ્બ વિસ્ફોટ કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો અને તેના માટે હથિયાર ગોઠવવાની જવાબદારી આપવામાં આવી હતી. ઝાકીર આ કામ માટે ઈમરાનની મદદ લઈ રહ્યો હતો."

પૂછપરછ દરમિયાન ઝાકિરે ખુલાસો કર્યો કે," તેનો ભાઈ શાકિર પાકિસ્તાનમાં હાજર હતો. પૂછપરછ દરમિયાન ઝાકિરે એજન્સીઓને અન્ય વ્યક્તિ વિશે પણ જણાવ્યું હતું." તેણે કહ્યું કે," તે તેને કાકા કહે છે. આ વ્યક્તિ અને જાન મોહમ્મદ દ્વારા, તે ડી કંપનીના સંપર્કમાં આવ્યો. તપાસ એજન્સીઓ પણ હવે આ કાકાને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે. આખરે આ કાકા કોણ છે? ડી કંપનીના મરઘી કે કેટલાક આઇએસઆઇ અધિકારી?" જો કે અત્યાર સુધીની માહિતીમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે," કાકા તરીકે ઓળખાતો આ વ્યક્તિ આઇએસઆઇનો ઓફિસર હોઈ શકે છે અથવા તેના નેટવર્કમાં હોઈ શકે છે.

અત્યાર સુધીમાં નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે

અત્યાર સુધી આ મોડ્યુલના નવ શંકાસ્પદ આતંકવાદીઓની, ધરપકડ કરવામાં આવી છે. જેમાં ઝીશાન કમર, મોહમ્મદ અમીર જાવેદ, જાન મોહમ્મદ શેખ ઉર્ફે સમીર કાલિયા, મૂળચંદ ઉર્ફે લાલા, મોહમ્મદ અબુ બકર, ઓસામા ઉર્ફે સામી, હુમાઈદ-ઉર-રહેમાન, ઝાકિર હુસેન મુંબઈના જોગેશ્વરીથી પકડાયેલા અને મુમ્બ્રામાંથી પકડાયેલા ઈમરાનનો સમાવેશ થાય છે. ગુપ્ત માહિતીના આધારે, આ શકમંદો પર એક સાથે અનેક રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને પકડવામાં આવ્યા હતા. આમાં જાન મોહમ્મદ પહેલી વાર રાજસ્થાનના કોટાથી ટ્રેનમાં પકડાયો હતો જ્યારે તે દિલ્હી જઈ રહ્યો હતો. જ્યારે ઓસામાની દિલ્હીના ઓખલાથી, ધરપકડ કરવામાં આવી હતી. મોહમ્મદ અબુને દિલ્હીના સરાઈ કાલે ખાનમાંથી અને ઝીશાનને પ્રયાગરાજથી ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય મોહમ્મદ અમીર જાવેદની લખનઉથી અને મૂળચંદ ઉર્ફે સજુ ઉર્ફે લાલાની રાયબરેલીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે શુક્રવારે પ્રયાગરાજમાંથી ઓસામાના કાકા હુમેદ-ઉર-રહેમાનની ધરપકડ કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર/રાજબહાદુર/પવન/માધવી


 rajesh pande