પોલીસે અયોધ્યામાં એક વિશેષ સમુદાયના 93 બાળકોને, લઈ જતી એક શંકાસ્પદ બસ પકડી
અયોધ્યા, નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.) ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ગોરખપુર-લખનૌ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર
અયોધ્યા


અયોધ્યા, નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.) ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ગોરખપુર-લખનૌ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર દેવકાલી નજીક, પોલીસે વિશેષ સમુદાયના 93 બાળકો અને એક મૌલવીને લઈ જતી એક શંકાસ્પદ બસને પકડી છે.

અયોધ્યા પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ બસ બિહારના અરરિયાથી બાળકો સાથે સહારનપુરના દેવબંદમાં એક મદરેસામાં જઈ રહી હતી. હાલમાં ઈન્ટેલિજન્સ અને પોલીસની ટીમ બસ ડ્રાઈવર-કંડક્ટર અને મૌલવીની પૂછપરછ કરી રહી છે. તમામ બાળકોને પોલીસ લાઈનમાં લઈ જવામાં આવ્યા છે. આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પવન / મોહિત / ડો. હિતેશ


 rajesh pande