સંદુર મેંગનીઝ, આર્જસ સ્ટીલમાં 80 ટકા હિસ્સો ખરીદશે
મુંબઈ,નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.) માઇનિંગ કંપની સંદુર મેંગનીઝ એન્ડ આયર્ન ઓર લિમિટેડ (એસએમઆઈઓઆરઇ) શ
ખનન


મુંબઈ,નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.) માઇનિંગ કંપની સંદુર મેંગનીઝ એન્ડ આયર્ન ઓર લિમિટેડ (એસએમઆઈઓઆરઇ) શેર ખરીદી કરાર દ્વારા, આર્જસ સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ (એએસપીએલ) માં 80 ટકા હિસ્સો ખરીદશે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ ડીલ માટે મંજૂરી આપી દીધી છે.

કંપનીએ શુક્રવારે સ્ટોક એક્સચેન્જને આપેલી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે,” તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શેર ખરીદી કરાર હેઠળ એએસપીએલના 80 ટકા ઇક્વિટી શેર ખરીદવાના વ્યૂહાત્મક બિઝનેસ એક્વિઝિશનને મંજૂરી આપી છે.” જોકે, કંપનીએ સોદાની નાણાકીય વિગતો જાહેર કરી નથી. આર્જસ સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ (એએસપીએલ) નું એન્ટરપ્રાઇઝ મૂલ્ય રૂ. 3,000 કરોડ છે.

સંદુર મેંગનીઝે નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે,” તે એએસપીએલમાં બાકીનો, 19.12 ટકા હિસ્સો બીએજી હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી ખરીદશે. આ કંપની સંદુર મેંગનીઝ અને આયર્ન ઓર્સ લિમિટેડના પ્રમોટર બહિરજી એ ઘોરપડેની માલિકીની છે. આ ડીલ સાત મહિનામાં થવાની શક્યતા છે. એસએમઆઈઓઆરઇ ના મેનેજિંગ ડિરેક્ટર (એમડી) ઘોરપડેએ જણાવ્યું હતું કે,” આ એક્વિઝિશન કંપની માટે એક સીમાચિહ્નરૂપ છે. આ સંપાદન અમને ખનિજ વ્યવસાયમાંથી સંકલિત કોમોડિટી ઉત્પાદકમાં અમારા વ્યૂહાત્મક પરિવર્તનની નજીક લઈ જશે.”

નોંધનીય છે કે, સંદુર મેંગનીઝ એન્ડ આયર્ન ઓર લિમિટેડ કર્ણાટકની ખાણકામ કંપની છે. તેની સ્થાપના 1954માં થઈ હતી. તે કર્ણાટકના હોસપેટ-બેલ્લારી પ્રદેશમાં, ઓછા ફોસ્ફરસ મેંગનીઝ અને આયર્ન ઓરની ખાણનું કામ કરે છે. તે ભારતમાં ત્રીજું સૌથી મોટું મેંગનીઝ ઓર ખાણકામ કરનાર છે. આર્જસ એ સંપૂર્ણ સંકલિત સ્પેશિયલ સ્ટીલ કંપની છે, જે ખાસ સ્ટીલ પ્રોડક્ટ્સના ટોચના 5 ઉત્પાદકોમાંની એક છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / દધીબલ / માધવી


 rajesh pande