સીબીઆઈએ સંદેશખાલીમાં, સર્ચ દરમિયાન વિદેશી પિસ્તોલ અને અન્ય હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો
નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.) સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ, પશ્ચિમ બંગાળના સંદેશખાલીમ
બંગાળ


નવી દિલ્હી, 26 એપ્રિલ (હિ.સ.) સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ, પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં અનેક સ્થળોએ તેની શોધખોળ દરમિયાન, વિદેશી બનાવટની પિસ્તોલ અને કેટલાક અન્ય હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે.

તેની તપાસ દરમિયાન સીબીઆઈને ઈનપુટ મળ્યા હતા કે,” સંદેશખાલીમાં હથિયારોનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો.” સીબીઆઈ અધિકારીઓએ શુક્રવારે, આ જાણકારી આપી.

સીબીઆઈએ શુક્રવારે પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં, સ્થાનિક ટીએમસી નેતા શાહજહાં શેખ દ્વારા, કથિત રીતે ઉશ્કેરવામાં આવેલા ટોળા દ્વારા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ પર હુમલાના સંદર્ભમાં દરોડા પાડ્યા હતા.

સીબીઆઈની ટીમ પર, 5 જાન્યુઆરીએ સુંદરવનની સરહદે આવેલા નદી ડેલ્ટામાં સંદેશખાલીમાં હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે તે કથિત રાશન કૌભાંડના સંબંધમાં શેખના પરિસરમાં પર દરોડો પાડવા ગઈ હતી. અહીં 1000 લોકોના ટોળા દ્વારા, હુમલો કરવામાં આવતા ઇડીના ત્રણ અધિકારીઓ ઘાયલ થયા હતા.

5 જાન્યુઆરીએ કલકત્તા હાઈકોર્ટના આદેશ પર, સીબીઆઈએ ઘટનાઓ સાથે સંબંધિત ત્રણ એફઆઈઆર નોંધી હતી. હુમલાના સંબંધમાં, પશ્ચિમ બંગાળ પોલીસે 29 ફેબ્રુઆરીએ શેખની ધરપકડ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / બિરંચી સિંઘ / દધીબલ / માધવી


 rajesh pande