આઈસીસી અંડર-19 મહિલા ટી-20 વર્લ્ડ કપ ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં, શ્વેતા, શેફાલી અને પાર્શ્વી સામેલ
દુબઈ, નવી દિલ્હી, 31મી જાન્યુઆરી (હિ.સ.) ભારતીય ક્રિકેટર શ્વેતા સહરાવત, શેફાલી વર્મા અને પાર્શ્વી ચો
આઈસીસી અંડર-19 મહિલા ટી-20 વર્લ્ડ કપ ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં, શ્વેતા, શેફાલી અને પાર્શ્વી સામેલ


દુબઈ, નવી દિલ્હી, 31મી જાન્યુઆરી (હિ.સ.) ભારતીય ક્રિકેટર શ્વેતા સહરાવત, શેફાલી વર્મા અને પાર્શ્વી ચોપરાને આઈસીસી અંડર-19 મહિલા ટી-20 વર્લ્ડ કપ ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં સામેલ કરવામાં આવી છે. ઈંગ્લેન્ડના ગ્રેસ સ્ક્રિવન્સને, ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

શ્વેતા સહરાવતે પ્રારંભિક અંડર-19 મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. તેણે અંડર-19 મહિલા ટી-20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆતની મેચમાં દક્ષિણ આફ્રિકા સામે અણનમ 92 રન બનાવ્યા હતા. તેણે ટૂર્નામેન્ટમાં 99ની એવરેજ અને 139.43ના સ્ટ્રાઈક રેટથી 297 રન બનાવ્યા હતા. તેણે ટુર્નામેન્ટમાં ત્રણ અણનમ અડધી સદી ફટકારી હતી.

તે જ સમયે, ઈંગ્લેન્ડના ગ્રેસ સ્ક્રિવન્સે ટૂર્નામેન્ટમાં 293 રન બનાવ્યા હતા. જેમાં ત્રણ અડધી સદી સામેલ હતી. શ્વેતા પછી તે ટૂર્નામેન્ટમાં, સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે હતી.

સ્પર્ધા દરમિયાન, સ્ટાઇલિશ શેફાલી વર્માએ બેટ વડે, તેણીની આક્રમક કૌશલ્ય અને કેપ્ટન તરીકે તેણીની નેતૃત્વ કુશળતા દર્શાવી હતી. જોકે શેફાલી વધુ રન બનાવી શકી ન હતી, પરંતુ તેણે જે ગતિએ રન બનાવ્યા તે અદભૂત હતી. તેણે 193.25ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. યુએઈ સામે તેના 34 બોલમાં 78 રનમાં 12 ફોર અને 4 સિક્સ સામેલ હતી. 172 રન સાથે તે સ્પર્ધામાં ત્રીજી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતી. ભારતીય કેપ્ટને સાત મેચમાં 5.04ની ઇકોનોમી સાથે ચાર વિકેટ પણ લીધી હતી.

પાર્શ્વી ચોપરાએ ટૂર્નામેન્ટની ભારતની પ્રથમ ત્રણ મેચમાં માત્ર બે વિકેટ લીધી હતી. જો કે, બાદમાં તેણીએ ટી20 વર્લ્ડ કપમાં છ મેચમાં, 11 વિકેટ સાથે બીજા ક્રમની સૌથી વધુ વિકેટ લેનાર તરીકે પૂર્ણ કરી હતી.

તેણે અંતિમ સુપર સિક્સ મેચમાં શ્રીલંકા સામે 5 રનમાં 4 વિકેટ લીધી હતી. ત્યારબાદ તેણે ન્યૂઝીલેન્ડ સામેની નિર્ણાયક સેમિફાઇનલ મેચમાં 20 રનમાં 3 અને ફાઇનલમાં 13 રનમાં બે વિકેટ લીધી હતી.

ટૂર્નામેન્ટની અંડર-19 મહિલા ટી-20 વર્લ્ડ કપ ટીમઃ શ્વેતા સહરાવત (ભારત), ગ્રેસ સ્ક્રિવેન્સ (કેપ્ટન) (ઇંગ્લેન્ડ), શફાલી વર્મા (ભારત), જ્યોર્જિયા પ્લિમર (ન્યૂઝીલેન્ડ), દેવમી વિહંગા (શ્રીલંકા), શોરના એકટર (બાંગ્લાદેશ). કરાબો મેસો (વિકેટ-કીપર) (દક્ષિણ આફ્રિકા), પાર્શ્વી ચોપડા (ભારત), હન્ના બેકર (ઇંગ્લેન્ડ), એલી એન્ડરસન (ઇંગ્લેન્ડ), મેગી ક્લાર્ક (ઓસ્ટ્રેલિયા) અને અનુષા નાસિર (12મી ખેલાડી) (પાકિસ્તાન).

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી


 rajesh pande