(બજેટ 2023-24) એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલોમાં, આગામી 3 વર્ષમાં 38,800 શિક્ષકોની ભરતી કરવામાં આવશે
નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી (હિ.સ.) કેન્દ્ર સરકાર આદિવાસી વિદ્યાર્થીઓને મદદ કરતી 740 એકલવ્ય મોડલ રેસિડે
(બજેટ 2023-24) એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલોમાં, આગામી 3 વર્ષમાં 38,800 શિક્ષકોની ભરતી કરવામાં આવશે


નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી (હિ.સ.) કેન્દ્ર સરકાર આદિવાસી વિદ્યાર્થીઓને મદદ કરતી 740 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં, આગામી ત્રણ વર્ષમાં 38,800 શિક્ષકો અને સહાયક કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.

કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે, લોકસભામાં બજેટ રજૂ કરતી વખતે શિક્ષકની નોકરી માટે અરજી કરનારા ઉમેદવારો માટે સારા સમાચાર જાહેર કર્યા હતા. તેમના બજેટ ભાષણમાં, તેમણે જણાવ્યું હતું કે, “કેન્દ્ર એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (ઇએમઆરએસ) માં 740 શાળાઓ માટે 38,800 શિક્ષકો અને સહાયક સ્ટાફની ભરતી કરશે.”

તેના પાંચમા બજેટમાં, સીતારમણે સંવેદનશીલ આદિવાસી જૂથો માટે, મોટી યોજનાઓની જાહેરાત કરી. તેમણે કહ્યું, “ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો (પીવીટીજી) ની, સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટે, પ્રધાનમંત્રી પીવીટીજી વિકાસ મિશન શરૂ કરવામાં આવશે. આ પીવીટીજી પરિવારો અને વસાહતોને સલામત આવાસ, પીવાનું શુદ્ધ પાણી અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓ પૂરી પાડશે.”

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ / માધવી


 rajesh pande