યામી ગૌતમ અને રાહુલ ખન્નાની, 'લોસ્ટ'નુ ટ્રેલર રિલીઝ થયુ
નવી દિલ્હી, 1 ફેબ્રઆરી (હિ.સ.) યામી ગૌતમ સ્ટારર થ્રિલર 'લોસ્ટ'નું ટ્રેલર, ઝી-5 દ્વારા, બુધવારે તેની
ગૌતમી


નવી દિલ્હી, 1 ફેબ્રઆરી (હિ.સ.) યામી ગૌતમ સ્ટારર થ્રિલર 'લોસ્ટ'નું ટ્રેલર, ઝી-5 દ્વારા, બુધવારે તેની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. બે મિનિટથી વધુ લાંબા આ ટ્રેલરમાં, યામી એક ક્રાઈમ રિપોર્ટરની ભૂમિકા ભજવે છે, જે તુષાર પાંડે દ્વારા ભજવવામાં આવેલ યુવા થિયેટર એક્ટિવિસ્ટ (ઈશાન ભારતી) ના અચાનક ગુમ થવા પાછળના સત્યની શોધમાં છે.

આ ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, એક છોકરો ગુમ થઈ જાય છે. હવે સવાલ એ થાય છે કે, શું તે ઘરેથી ભાગી ગયો છે કે તેની સાથે કોઈ અકસ્માત થયો છે. યામી ગૌતમ પણ આ મૂંઝવણને ઉકેલવામાં વ્યસ્ત જોવા મળે છે.

આપને જણાવી દઈએ કે, આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે. આ ફિલ્મમાં યામી ગૌતમ અને રાહુલ ખન્ના, મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય પંકજ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું 16 ફેબ્રુઆરીએ ઝી-5 પર પ્રીમિયર થશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર / માધવી


 rajesh pande