બાયડ તાલુકાના ઉનાળીયા ગામે પશુઓ ઉપર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા સાઠંબા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ.
મોડાસા, 4 જૂન(હિ. સ.)બાયડ તાલુકાના ઉનાળીયા ગામે પશુઓ ઉપર કોઈ અજાણ્યા ઈસમે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો ક
બાયડ તાલુકાના ઉનાળીયા ગામે પશુઓ ઉપર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા સાઠંબા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ.


મોડાસા, 4 જૂન(હિ. સ.)બાયડ તાલુકાના ઉનાળીયા ગામે પશુઓ ઉપર કોઈ અજાણ્યા ઈસમે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા સાઠંબા પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પામી હતી. ઘનશ્યામસિંહ કાળુસિંહ પરમાર ફરીયાદ અનુસાર ઘર સામે બનાવેલ છાપરામાં ગાય-ભેંસો માટે ઘાસ ચારો નાખવા માટે ગયા હતો ત્યારે ભેંસોનું દુધ કાઢી ડેરીમાં દુધ ભરવા માટે ગયો હતો ત્યારે કુંવા પાસે વાછરડી બાંધેલ હતી પરંતુ વાછરડી તે જગ્યા જોવા મળેલ ન હતી વાછરડી ને શોધખોળ કરતા બપોર સુધી કોઈ અતો પત્તો મળેલ ન હતો ગામમાં વાછરડી બાબતે પુછતાજ કરતા પ્રાથમિક શાળાના કંમ્પાઉન્ડમાં જોવા મળેલ હતી વાછરડી ને કોઈ અજાણ્યા ઈસમે તિક્ષણ હથિયાર વડે ઈજાઓ કરી હતી. વાછરડીના શરીરના ભાગે ગંભીર ઇરજાઓ ઓ પહોંચી હતી તેમા કોઈક ઈસમે વાછરડી નો એક બાજુનો પગ કાપી નાખેલ હતો. સાઠંબા પોલીસે ઘનશ્યામસિંહ કાળુસિંહ પરમાર(રહે.ઉનાડીયા,તા.બાયડ જી.અરવલ્લી) ફરીયાદ નોંધી પશુઓ પ્રત્યે કરતા પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ


 rajesh pande