રક્ષા મંત્રી રાજનાથ સિંહ, 5-6 જૂને અમેરિકન અને જર્મન સમકક્ષો સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે
નવી દિલ્હી, 04 જૂન (હિ. સ.) અમેરિકાના સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન અને જર્મનીના સંરક્ષણ પ્રધાન બોરિસ પિસ
રક્ષા મંત્રી રાજનાથ સિંહ, 5-6 જૂને અમેરિકન અને જર્મન સમકક્ષો સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે


નવી દિલ્હી, 04 જૂન (હિ. સ.) અમેરિકાના સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન અને જર્મનીના સંરક્ષણ પ્રધાન બોરિસ પિસ્ટોરિયસ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો માટે નવી દિલ્હી આવી રહ્યા છે. સંરક્ષણ પ્રધાન 05 જૂને અમેરિકી સંરક્ષણ પ્રધાન અને 06 જૂને જર્મનીના સંરક્ષણ પ્રધાન સાથે વાતચીત કરશે. બંને બેઠકો દરમિયાન ઔદ્યોગિક સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગના અનેક મુદ્દાઓ ચર્ચા માટે આવે તેવી શક્યતા છે.

અમેરિકી સંરક્ષણ સચિવ, સિંગાપોરની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ ભારત આવશે. ઓસ્ટિનની આ બીજી ભારત મુલાકાત હશે. તેઓ માર્ચ, 2021માં પ્રથમ વખત ભારતની મુલાકાતે આવ્યા હતા. જૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાતને ધ્યાનમાં રાખીને, ઓસ્ટિનની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઓસ્ટિનની નવી દિલ્હીની મુલાકાત મુખ્યત્વે અમેરિકા-ભારત સંરક્ષણ નવીનતા અને ઔદ્યોગિક સહકાર પહેલને આગળ વધારવા અને અમેરિકા અને ભારતીય સૈન્ય વચ્ચેના ઓપરેશનલ સહયોગને વિસ્તૃત કરવાના સતત પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરશે.

જર્મનીના સંરક્ષણ પ્રધાન 05 જૂનથી ચાર દિવસીય ભારતની મુલાકાતે આવશે. તે ઈન્ડોનેશિયાથી ભારત આવશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને મળવા ઉપરાંત બોરિસ પિસ્ટોરિયસ, નવી દિલ્હીમાં ઇનોવેશન ફોર ડિફેન્સ એક્સેલન્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કેટલાક સંરક્ષણ સ્ટાર્ટઅપ્સને પણ મળશે. તેઓ 07 જૂને મુંબઈ જશે, જ્યાં તેઓ વેસ્ટર્ન નેવલ કમાન્ડ અને માજગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડના મુખ્યાલયની મુલાકાત લેશે.

હિન્દુસ્થાન સમાચાર /સુનીત / પવન / ડો. હિતેશ /માધવી


 rajesh pande