વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયાને ઇલેક્ટ્રીક વિહિકલ ઝોન તરીકે વિકસાવવાનું જાહેર કરતા ઓગસ્ટ- ૨૦૨૧ થી અહીં ઈ-રીક્ષાનું સંચાલ શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં સમગ્ર કેવડિયા વિસ્તારમાં અલગ-અલગ ૯૦ જેટલી ઈ-રીક્ષા ચાલી રહી છે. ઈ-રિક્ષાનું સંચાલન કરતી ખાનગી
નર્મદા 4 જૂને (હિ.સ). પ્રવાસન સ્થળનો વિકાસ પર્યાવરણીય જાળવણી તથા સંવર્ધન સાથે થાય તેવી વડાપ્રધાન નરે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયાને ઇલેક્ટ્રીક વિહિકલ ઝોન તરીકે વિકસાવવાનું જાહેર કરતા ઓગસ્ટ- ૨૦૨૧ થી અહીં ઈ-રીક્ષાનું સંચાલ શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં સમગ્ર કેવડિયા વિસ્તારમાં અલગ-અલગ ૯૦ જેટલી ઈ-રીક્ષા ચાલી રહી છે. ઈ-રિક્ષાનું સંચાલન કરતી ખાનગી


નર્મદા 4 જૂને (હિ.સ). પ્રવાસન સ્થળનો વિકાસ પર્યાવરણીય જાળવણી તથા સંવર્ધન સાથે થાય તેવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિશામાં એક કદમ આગળ વધતા 5 જુન 2021નાં રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SOUADTGA વિસ્તારમાં પ્રદુષણ ઓછું થાય તેવા શુભ આશયથી કેવડીયા એકતા નગર ને દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક વેહિકલ સીટી બનાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.ત્યારે ઓગષ્ટ- 2021માં જ પ્રારંભિક ધોરણે 10 જેટલી મહિલા સંચાલિત ઇ-રીક્ષાનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. જે આજે એકતાનગરના રાજમાર્ગ પર દોડી રહી છે. તબક્કાવાર આસપાસના ગામોની મહિલાઓને વાગડીયા સ્થિત એકતા સ્કીલ ડેવલોપમેન્ટ કેન્દ્ર ખાતે ઇ-રીક્ષા પરિચાલનની મહિલા પાયલોટને વિધિસરની તાલીમ આપી એઆરટીઓ-નર્મદા દ્વારા રીક્ષા ચલાવવાનું ડ્રાઈવિંગ લાઈસન્સ ઈશ્યુ કરવામાં આવ્યું હતું.

ડ્રાઈવિંગની યોગ્ય તાલીમ બાદ ઈ-રિક્ષામાં વધારો કરાતા આજે સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં 90 જેટલી ઈ-રીક્ષાઓના માધ્યમથી સ્થાનિક આદિવાસી મહિલાઓ દેશ-વિદેશ અને ગુજરાતભરમાંથી આવતા પ્રવાસીઓને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સુગમતા પૂર્વક સલામત સુવિધા પુરી પાડી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ-એકતાનગર (SOUADTGA)ના અધિકારીઓના આવા-ગમન માટે પણ 42 જેટલા ઈલેક્ટ્રીક વિહિકલ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. નીલમબેન તડવીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, અહીં આવતા પ્રવાસીઓને ઈ-રીક્ષા ખૂબ જ પસંદ આવી રહી છે. બહેનોને રીક્ષા ચલાવતા જોઈને પ્રવાસીઓ પણ ખૂબ જ ખુશી અને આનંદ અનુભવી રહ્યા છે. આ ઈ-રિક્ષા ચલાવવાથી અમને ખૂબ ખુશી થાય છે. આ એકમાત્ર એવો વિસ્તાર છે જ્યાં માત્ર બહેનો એક સાથે આટલી બધી રીક્ષા ચલાવી રોજગારી મેળવી આત્મનિર્ભર તરફ મક્કમ મનોબળથી આગળ વધી રહી છે. જ્યોતિબેન તડવી કહે છે કે, હું અહીંયા દોઢ વર્ષથી ઈ-રીક્ષા ચલાવું છું. તેનાથી અમને ઘણો આર્થિક ફાયદો થયો છે. ઈ-રીક્ષા ચલાવી દોઢ વર્ષથી હું મારું ઘર સારી રીતે સંભાળી શકું છું. મારા પતિને હું આર્થિક રીતે મદદરૂપ થાઉં છું અને મારા પરિવારના દરેક સભ્યોની જરૂરિયાતને પૂરી કરી શકું છું.

મહારાષ્ટ્ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મહારાષ્ટ્રના જલગાંવથી પોતાના પરિવાર સાથે ફરવા આવેલ પ્રવાસી મનોજચંદ્ર જલગાંવકરે ઈ-રિક્ષામાં પ્રવાસ કર્યા બાદ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વિશ્વની અજાયબીઓમાનું એક હોય તેવી અનુભૂતિ અહીં સરદાર સાહેબના સાનિધ્યમાં આવીને અમને થાય છે. પ્રવાસીઓને હરવા ફરવા માટેની આ ખૂબ સારી, સુંદર અને રમણીય જગ્યા છે. આ સ્થળની એક વિશેષ વાત એવી છે કે અહીં ઈ-રીક્ષાનો જે કોન્સેપ્ટ છે તે ખૂબ સારો છે. પ્રકૃતિના જતન માટે અનેકવિધ કાર્યો થતા હોય છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પર્યાવરણની જાળવણીનું ખરેખર ધ્યાન રાખવામાં આવ્યું છે.

મહિલાઓ ઈ-રિક્ષા ચલાવતી હોવાથી પ્રવાસીઓ પણ સલામતીનો અહેસાસ કરી રહ્યાં છે. ઈ-રીક્ષામાં બેઠા પછી પ્રવાસીઓ નિશ્ચિંત થઈને પ્રવાસ કરી શકે છે. મહિલા જ્યારે ઈ-રિક્ષા ચલાવતી હોય ત્યારે પાછલી સીટ ઉપર બેસીને પ્રવાસીઓ સુરક્ષાનો અનુભવ કરી રહ્યા છે તેમ તેઓએ ઉમેર્યું હતું.

હિંદુસ્થાન સમાચાર/ નરેન્દ્ર/बिनोद


 rajesh pande