ગોધરા ના પોપટપુરા આયુર્વેદિક હોસ્પિટલમાં, દસ દિવસ થી લાઈટ બંધ હોવાથી દર્દીઓ પરેશાન
ગોધરા, ૧સપ્ટેમ્બર (હિ. સ.) પંચમહાલ દાહોદ અને મહીસાગર જીલ્લા ના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ ગણાતી 50 બેડ ની ક્ષમતા ધરાવતી ગોધરાની પોપટપુરા સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસ થી વીજ પુરવઠો ખોરવાતા ન ડોક્ટર અને કર્મચારીઓ સહિત દર્દીઓ ની હાલત કફોડ
ગોધરા ના પોપટપુરા આયુર્વેદિક હોસ્પિટલ માં દસ દિવસ થી લાઈટ બંધ હોવાથી દર્દીઓ પરેશાન-૪


ગોધરા ના પોપટપુરા આયુર્વેદિક હોસ્પિટલ માં દસ દિવસ થી લાઈટ બંધ હોવાથી દર્દીઓ પરેશાન -૩


ગોધરા ના પોપટપુરા આયુર્વેદિક હોસ્પિટલ માં દસ દિવસ થી લાઈટ બંધ હોવાથી દર્દીઓ પરેશાન -૨


ગોધરા ના પોપટપુરા આયુર્વેદિક હોસ્પિટલ માં દસ દિવસ થી લાઈટ બંધ હોવાથી દર્દીઓ પરેશાન-૧


ગોધરા, ૧સપ્ટેમ્બર (હિ. સ.)

પંચમહાલ દાહોદ અને મહીસાગર જીલ્લા ના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ ગણાતી 50 બેડ ની ક્ષમતા ધરાવતી ગોધરાની પોપટપુરા સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસ થી વીજ પુરવઠો ખોરવાતા ન ડોક્ટર અને કર્મચારીઓ સહિત દર્દીઓ ની હાલત કફોડી બની છે.

હાલ ચાલી રહેલ ચીમસું સિઝન માં વીજ પુરવઠો અનિયમિત મળવો અને વારંવાર વીજળી ડુલ થઈ જવી સામાન્ય બાબત છે.પરંતુ ગોધરા ની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી રાત્રિ દરમિયાન કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતાં દર્દીઓ અને હોસ્પિટલના કર્મચારીઓ મીણબત્તી અને મોબાઈલ ટોર્ચના સહારે મજબુર બની અસહ્ય ગરમી અને ઉકળાટ માં રહેવા મજબુર બન્યા છે.હોસ્પિટલની આજુબાજુ ઝાડી ઝાંખરા આવેલા હોવાથી ઉંદર,મચ્છર અને સાપ હોસ્પિટલમાં ઘુસી જવા નો સતત ભય રહે છે.ઘણી વખત અહીં સાંપ હોસ્પિટલમાં ઘુસી જવા ની પણ ઘટના બની છે.લાઈટ નહી હોવાથી પાણી ની ટાંકીઓ ખાલી થઈ જતાં પંચકર્મ માટે રાત્રિ રોકાણ કરતાં દર્દીઓને પણ ભારે તકલીફ નો સામનો કરવો પડે છે.

વીજ પુરવઠો ખોરવાઈ જવા અંગે વારંવાર એમજીવીસીએલ ને રજુઆત કરાઈ હોવા છતાં સમશ્યા નું કોઈ નિરાકરણ આવ્યું નથી.વીજ પુરવઠો ખોરવાઈ જતાં કેટલાક ઇન્ડોર દર્દી ઓ હોસ્પિટલમાં જાણ કર્યા વિના જ સીધા ઘરે જવા રવાના થઈ જતાં હોસ્પિટલ સ્ટાફ પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે.દર્દીઓનો આક્રોશ સાથે જણાવી રહ્યા છે કે,અમે એક બીમારીનો ઈલાજ કરાવીએ છે અને બીજી તરફ મચ્છર થી તાવ ની બીજી બીમારી નો ભોગ બન્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ


 rajesh pande