પોરબંદરના યુવાને સરકારની સ્ટાર્ટઅપ પોલિસીના સહયોગથી ભેજની સમસ્યાનું શોધ્યું કાયમી નિરાકરણ
પોરબંદર, 23 ડિસેમ્બર (હિ.સ.) : જ્યાં ચાહ ત્યાં રાહ - આ ઉક્તિને સાર્થક કરી બતાવી છે. પોરબંદર જિલ્લાના યુવા ઉદ્યોગસાહસિક માધવ કોટેચાએ. દરિયાકાંઠાના વિસ્તારોમાં મકાનોમાં આવતા ''રાઈઝિંગ ડેમ્પ'' (ભેજ)ની વર્ષો જૂની સમસ્યાના નિરાકરણ માટે માધવે એક એવું પ
પોરબંદરના યુવાને સરકારની સ્ટાર્ટઅપ પોલિસીના સહયોગથી ભેજની સમસ્યાનું શોધ્યું કાયમી નિરાકરણ.


પોરબંદરના યુવાને સરકારની સ્ટાર્ટઅપ પોલિસીના સહયોગથી ભેજની સમસ્યાનું શોધ્યું કાયમી નિરાકરણ.


પોરબંદર, 23 ડિસેમ્બર (હિ.સ.) : જ્યાં ચાહ ત્યાં રાહ - આ ઉક્તિને સાર્થક કરી બતાવી છે. પોરબંદર જિલ્લાના યુવા ઉદ્યોગસાહસિક માધવ કોટેચાએ. દરિયાકાંઠાના વિસ્તારોમાં મકાનોમાં આવતા 'રાઈઝિંગ ડેમ્પ' (ભેજ)ની વર્ષો જૂની સમસ્યાના નિરાકરણ માટે માધવે એક એવું પ્લાસ્ટર મિશ્રણ તૈયાર કર્યું છે જે બાંધકામ ઉદ્યોગમાં નવી ક્રાંતિ લાવી શકે છે. આ સફળતા પાછળ માધવની મહેનત સાથે ગુજરાત સરકાર અને ભારત સરકારની પ્રોત્સાહક યોજનાઓનો સિંહફાળો રહ્યો છે.

માધવ કોટેચા જણાવે છે કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં જમીનમાંથી ભેજ દીવાલોમાં ઉપર ચઢે છે, જેને કારણે સિમેન્ટ પ્લાસ્ટર ઉખડી જાય છે અને બાંધકામ નબળું પડે છે. સામાન્ય સિમેન્ટ પ્લાસ્ટર ભેજને અંદર જ જકડી રાખે છે. આ માટે એવું અલ્ટરનેટિવ શોધવું જરૂરી હતું જે ભેજને બહાર નીકળવા માટે રસ્તો આપે.

માધવે મારવાડી યુનિવર્સિટીના પ્રોફેસર તારક વોરાના માર્ગદર્શન હેઠળ આ પ્રોડક્ટ પર સંશોધન શરૂ કર્યું. સતત બે વર્ષના ગહન સંશોધન અને પરીક્ષણ બાદ તેઓ આ 'ઓફસ્ટર્ડ બ્રાન્ડ' હેઠળ નવીન પ્રોડક્ટ બનાવવામાં સફળ થયા.

કોઈપણ સ્ટાર્ટઅપ માટે સૌથી મોટો પડકાર ભંડોળનો હોય છે. માધવના પ્રોજેક્ટને સરકાર દ્વારા ઉમળકાભેર પ્રતિસાદ મળ્યો. ન્યુઝન IEDC અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી (SSIP) અંતર્ગત તેમને કુલ ₹4.5 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી. સરકાર માન્ય પ્રયોગશાળાઓમાં ટેસ્ટિંગ કરાવી પ્રોડક્ટનું સર્ટિફિકેશન મેળવવામાં મદદ મળી. તેમજ DIC (જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર), પોરબંદર દ્વારા તેમને પેટન્ટ ફાઇલ કરવા માટે 100% રિઈમ્બર્સમેન્ટ (વળતર) ની ખાતરી મળી છે, જેથી તેમની પેટન્ટ પ્રક્રિયા નિઃશુલ્ક બનશે.

તાજેતરમાં પોરબંદરમાં યોજાયેલ રીજનલ વાઈબ્રન્ટ સમિટમાં માધવ કોટેચાને પોતાનું સ્ટોલ પ્રદર્શિત કરવાની તક મળી. તેઓ જણાવે છે કે, આ સમિટ દ્વારા મને એક મોટું પ્લેટફોર્મ મળ્યું છે, જ્યાં હું લોકો અને મોટા રોકાણકારો સુધી મારી પ્રોડક્ટ પહોંચાડી શકું છું. સરકારના માર્કેટિંગ સપોર્ટ અને પ્રોજેક્ટ્સમાં જોડાવાની તકને કારણે મારો આત્મવિશ્વાસ વધ્યો છે.

માધવની આ સફર એ વાતનો પુરાવો છે કે જો તમારી પાસે નવીન વિચાર હોય, તો સરકારની યોજનાઓ તેને સાકાર કરવા માટે તૈયાર છે. ગુજરાત સરકારની ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાની નીતિ આજે છેવાડાના યુવાનોને પણ ગ્લોબલ ઇનોવેશન તરફ દોરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande