




સેવ એનર્જી સેવ લાઈફ, ટર્ન ઓફ ધી લાઈટ ફોર ફ્યુચર ડિલાઇટ, ટુડે વેસ્ટેજ ઈઝ ટુમોરો શોર્ટેજ જેવા સૂત્રો હતા
ઉર્જા સંરક્ષણથી વીજળીનો વપરાશ ઘટે છે જેનાથી વીજળીના બિલમાં બચત થાય છે
વીજ કંપનીના કર્મચારીઓએ રેલી કરી વીજ ગ્રાહકોને વીજળી બચતના માર્ગે વાળવા પ્રયાસ કર્યો
ભરૂચ 23 ડિસેમ્બર (હિ.સ.)
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ તરફથી ઉર્જા સંરક્ષણના ભાગરૂપે જીઆઇડીસી સબ ડિવિઝન અંકલેશ્વર ખાતે નાયબ ઈજનેર તેમજ કર્મચારી દ્વારા જીઆઇડીસી વિસ્તારમાં ગ્રાહકોને ઉર્જા સંરક્ષણ જાગૃતિ માટે રેલી કાઢવામાં આવી હતી. જેમાં વિવિધ સ્લોગનો જેવા કે સેવ એનર્જી સેવ લાઈફ, ટર્ન ઓફ ધી લાઈટ ફોર ફ્યુચર ડિલાઇટ, ટુડે વેસ્ટેજ ઈઝ ટુમોરો શોર્ટેજ ,સેવ એનર્જી સેવ મની સેવ નેશન,લેશ પોલ્યુશન મોર સોલ્યુશન ના નારા લગાવી જાગૃતિ ફેલાવી હતી.
ઉર્જા સંરક્ષણથી જનતાને ઘણા ફાયદા થાય છે . જીઆઇડીસી સબ ડિવિઝનના નાયબ ઈજનેર દ્વારા જણાવવામાં આવેલ કે ઉર્જા સંરક્ષણથી વીજળીનો વપરાશ ઘટે છે. જેનાથી વીજળીના બિલમાં બચત થાય છે. ઉર્જા સંરક્ષણથી ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટે છે જેનાથી પર્યાવરણનું સરક્ષણ થાય છે. ઉર્જા સંરક્ષણથી કોલગેસ તેલ જેવા સાધનોને બચત થાય છે. ઉર્જા સંરક્ષણથી વાયુ પ્રદર્શન ઘટે છે. જેનાથી સ્વાસ્થ્યને લાભ થાય છે . આ બધા ફાયદાઓ ધ્યાનમાં રાખીને આપણે સૌ ઉર્જા સંરક્ષણના પ્રયાસોમાં સહભાગીદારી રાખીએ અને ઉર્જા બચાવવા હાકલ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ