મલાઈકા અરોડાએ તેના પિતાના મૃત્યુના 20 દિવસ પછી, તેની પ્રથમ પોસ્ટ શેર કરી.
નવી દિલ્હી, 1 ઓક્ટોબર (હિ.સ.) અભિનેત્રી મલાઈકા અરોડા અને તેના પરિવાર માટે, સપ્ટેમ્બર દુઃખદ હતો. મલાઈકાના પિતા અનિલ મહેતાએ, ઘરની છત પરથી કૂદીને આત્મહત્યા કરી લેતા સમગ્ર પરિવારમાં, ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. પિતાના અવસાન બાદ આઘાતમ
મલાઈકા


નવી દિલ્હી, 1 ઓક્ટોબર (હિ.સ.) અભિનેત્રી મલાઈકા અરોડા અને તેના પરિવાર માટે, સપ્ટેમ્બર

દુઃખદ હતો. મલાઈકાના પિતા અનિલ મહેતાએ, ઘરની છત પરથી કૂદીને આત્મહત્યા કરી લેતા

સમગ્ર પરિવારમાં, ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. પિતાના અવસાન બાદ આઘાતમાં સરી

પડેલી અભિનેત્રીએ, સોશિયલ મીડિયાથી પોતાની જાતને સંપૂર્ણપણે દૂર કરી લીધી હતી.

હવે 20 દિવસ પછી, મલાઈકા અરોડાએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે અને

લખ્યું છે કે, 'સ્કોર્પિન

ઓક્ટોબર તમારા માટે સારો રહેશે.' આ મહિને અભિનેત્રીનો જન્મદિવસ પણ છે. મલાઈકા અરોરા 23

ઓક્ટોબરે 51 વર્ષની થશે. તેમના પિતા અનિલ મહેતાના નિધનથી તેની બહેન અમૃતા અરોડા પણ,

આઘાતમાં છે. આ મુશ્કેલ સમયમાં તેની નજીકના મિત્રો કરીના કપૂર અને કરિશ્મા કપૂર

તેની સાથે હતા.

મળતી માહિતી અનુસાર, મલાઈકા અરોડાના પિતાના નિધનના સમાચાર બાદ, કરીના કપૂરે

પોતાના પ્રોજેક્ટની તારીખો, મોકૂફ કરી દીધી હતી અને તેના ઘરે તેના મિત્રોનો ધસારો

જોવા મળ્યો હતો. મલાઈકાના બ્રેકઅપ પછી પણ અર્જુન કપૂર તેના પિતાના મૃત્યુ બાદ

અભિનેત્રીના ઘરે પહોંચી ગયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીલ સક્સેના /

ડો માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande