પાટણ સિવિલમાં ડેન્ગ્યુ, ઝાડા ઉલ્ટી દર્દીઓની સંખ્યામાં સતત વધારો
પાટણ,18 ઓક્ટોબર (હિ.સ.) પાટણ શહેરની સિવિલ હોસ્પિટલમાં ત્રણ અઠવાડિયામાં ડેન્ગ્યુ, તાવ ઝાડા-ઉલટીના દર્દીઓ વધ્યા છે. સિવિલ હોસ્પિટલમાં 125 જેટલા બેડ ભરાઈ જતા 5 જેટલા બેડ બહાર લોબીમાં રાખવામાં આવ્યા છે, ત્યાં બાળકોને સારવાર આપવામાં આવી રહી છે. ડેન્ગ્યુ
પાટણ સિવિલમાં ડેન્ગ્યુ, ઝાડા ઉલ્ટી દર્દીઓની સંખ્યામાં સતત વધારો


પાટણ સિવિલમાં ડેન્ગ્યુ, ઝાડા ઉલ્ટી દર્દીઓની સંખ્યામાં સતત વધારો


પાટણ,18 ઓક્ટોબર (હિ.સ.) પાટણ શહેરની સિવિલ હોસ્પિટલમાં ત્રણ અઠવાડિયામાં ડેન્ગ્યુ, તાવ ઝાડા-ઉલટીના દર્દીઓ વધ્યા છે. સિવિલ હોસ્પિટલમાં 125 જેટલા બેડ ભરાઈ જતા 5 જેટલા બેડ બહાર લોબીમાં રાખવામાં આવ્યા છે, ત્યાં બાળકોને સારવાર આપવામાં આવી રહી છે. ડેન્ગ્યુ, ઝાડા-ઉલ્ટીના દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ છે. પાટણ શહેરમાં ચોમાસુ હવે પૂરું થયું છે ત્યારે એકા એક શહેરમાં વિવિધ રોગોના કેસમાં અચાનક ઉછાળો આવ્યો છે. શહેરમાં પાણી જન્ય રોગોની સમસ્યા ઉભી થઇ છે. પાટણ સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે હાલ છેલ્લા ત્રણ અઠવાડિયાની વાત કરીએ તો અઢાર હજાર દર્દીઓએ સારવાર લીધી છે. ત્રણ અઠવાડિયામાં ત્રણ હજાર દર્દી ઈન્ડોર પેસન્ટ તરીકે સારવાર લીધી છે. આજે દિવ્યભાસ્કર ડિઝિટલ દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલ ની મુલાકાત લેતા વિવિધ રોગોથી બેડ ફૂલ દેખાયા હતા. દરેક વોર્ડ ફૂલ થયા છે. 125 બેડની સુવિધા છે અને બહાર લોબીમાં પણ ખાટલા મુકવામાં આવ્યા છે. નાના બાળકોમાં ખાસ કરીને રોગોમાં તાવ ડેન્ગ્યુના કેસ અંદાજે 20 થી વધુ સારવાર લઈ રહ્યા છે. હાલ ડેન્ગ્યુ, અને તાવના દર્દીઓ વધી રહ્યા છે.પાટણ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડ પ્રીતિ બેન સોનીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ પાટણ ખાતે છેલ્લા ચોમાસાના જે આ ચાર મહિનાની ઋતુ દરમિયાન વાયરલના જે દર્દીઓનો જે ઘસારો રહેતો હોય છે તે આ મહિનામાં પણ ચાલુ છે. આ મહિનાના જે ત્રણ વીક ગણીએ તો આ ત્રણ વિક દરમિયાન ઓપીડીના ટોટલ દર્દીઓ 18,000 જેવા દર્દીઓ પાટણ સીવીલ હોસ્પિટલમાં સારવાર લઈ ચૂક્યા છે. જેની અંદર અને આઈ પી ડી માં જે દર્દીઓની જરૂરિયાત ઊભી થઈ છે. આ દાખલ કરીને સારવાર આપવાની તેવા લગભગ 3 હજાર દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ ચૂક્યા છે. વધુ માં જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન પાટણ સિવિલ હોસ્પિટલમાં કમળાનો 1 કેસ, ઝાડા ઉલટીના 78 કેસ અને ડેન્ગ્યુના 48 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande