ઈમ્ફાલમાં હથિયારો સાથે ત્રણ આતંકવાદીઓની ધરપકડ
ઇમ્ફાલ, નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિ.સ.). મણિપુર પોલીસે, ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી અત્યાધુનિક હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા હતા. પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે, કાંગેલી યાવોલ
ઇમ્ફાલ - આતંકવાદી


ઇમ્ફાલ, નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિ.સ.). મણિપુર પોલીસે, ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી અત્યાધુનિક હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા હતા.

પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે, કાંગેલી યાવોલ કનબા લૂપ (કેવાયકેએલ) સંગઠન સાથે સંકળાયેલા ત્રણ લોકોની લિરેનકાબી માર્કેટમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ જીતેન સાના ઉર્ફે આરકે (40), તાખેલચાંગબામ ઇબોહાનબી (49) અને અહિબામ જીમસન (28) તરીકે કરવામાં આવી છે. તેમની પાસેથી એક એકે રાઈફલ, એક મેગેઝીન અને પાંચ રાઉન્ડ, એક ઈન્સાસ રાઈફલ, ત્રણ મેગેઝીન અને 15 રાઉન્ડ, એક કાર્બાઈન, બે મેગેઝીન અને 140 રાઉન્ડ અને એક ઈન્સાસ એલએમજી મેગેઝીન મળી આવ્યા છે. તેની કાર અને ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર/શ્રીપ્રકાશ/અરવિંદ રાય/સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande