રાજધાનીમાં પ્રદૂષણનું સ્તર સતત વધ્યું, એક્યુઆઈ 293 નોંધાયો....
નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિં.સ.) દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. શુક્રવારે સવારે રાજધાનીના લોકોને, પ્રદૂષણના કહેરનો સામનો કરવો પડ્યો હતો. શુક્રવારે, રાજધાનીમાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (એક્યુઆઈ) નબળી શ્રેણી સાથે
રાજધાનીમાં પ્રદૂષણનું સ્તર સતત વધ્યું, એક્યુઆઈ 293 નોંધાયો....


નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિં.સ.)

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. શુક્રવારે સવારે રાજધાનીના લોકોને,

પ્રદૂષણના કહેરનો સામનો કરવો પડ્યો હતો. શુક્રવારે, રાજધાનીમાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (એક્યુઆઈ) નબળી શ્રેણી સાથે

293 નોંધાયો હતો.

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી) અનુસાર,”આગામી બે દિવસ

સુધી દિલ્હીમાં હવાની ગુણવત્તામાં સુધારો થવાની કોઈ શક્યતા નથી. શુક્રવારે, એક્યુઆઈ રાજધાનીમાં

આઠથી વધુ સ્થળોએ, અત્યંત નબળી શ્રેણી એટલે કે 300ને પાર કરી ગયો હતો.”

દિલ્હી અને એનસીઆરમાં વધતા પ્રદૂષણને કારણે, કમિશન ફોર એર

ક્વોલિટી મેનેજમેન્ટ (સીએક્યુક્મ) એ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (જીઆરએપી)નો પ્રથમ તબક્કો

લાગુ કર્યો છે. જો સ્થિતિ આવી જ રહી તો જીઆરએપીનો બીજો તબક્કો પણ ટૂંક સમયમાં

અમલમાં આવશે. જ્યારે શહેરનો એક્યુઆઈ200 વટાવે ત્યારે

ગ્રેપ-1 લાગુ કરવામાં

આવે છે. જીઆરએપી-1ના અમલ પછી હોટલ

અને રેસ્ટોરન્ટમાં કોલસા અને લાકડાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ સિવાય જૂના

પેટ્રોલ અને ડીઝલ વાહનો (બીએસ-III પેટ્રોલ અને બીએસ-IV ડીઝલ)ના સંચાલન પર કડક નજર રાખવામાં આવશે.

ઉપરાંત, બાંધકામ અને તોડફોડ (સી&ડી)

પ્રવૃત્તિઓમાં

ધૂળ નિવારણના પગલાં અંગેની સૂચનાઓનું યોગ્ય અમલીકરણ અને સી&ડીકચરાનું યોગ્ય

પર્યાવરણીય વ્યવસ્થાપન સુનિશ્ચિત કરવામાં આવશે. 500 ચોરસ મીટર જેટલા અથવા

તેનાથી વધુના પ્લોટના કદના પ્રોજેક્ટના સંબંધમાં સી&ડીપ્રવૃત્તિઓને

મંજૂરી આપવામાં આવશે નહીં જે સંબંધિતના વેબ પોર્ટલ પર નોંધાયેલ નથી.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande