મર્જર પછી પણ વિસ્તારાના, પેસેન્જરોને મળનાર અનુભવ ચાલુ રહેશેઃ એર ઈન્ડિયા
નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિં.સ.) ટાટાની આગેવાની હેઠળની એર ઈન્ડિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે,” મર્જર પછી વિસ્તારાના રૂટ અને સમયપત્રક તેમજ ફ્લાઇટમાં અનુભવ, સમાન રહેશે.” એર ઈન્ડિયા અને વિસ્તારાના વિલીનીકરણની પ્રક્રિયા 12 નવેમ્બરના
એરલાઇન્સન


નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિં.સ.) ટાટાની આગેવાની હેઠળની એર ઈન્ડિયાએ

શુક્રવારે જણાવ્યું હતું કે,” મર્જર પછી વિસ્તારાના રૂટ અને સમયપત્રક તેમજ

ફ્લાઇટમાં અનુભવ, સમાન રહેશે.”

એર ઈન્ડિયા અને વિસ્તારાના વિલીનીકરણની પ્રક્રિયા 12 નવેમ્બરના રોજ

પૂર્ણ થવા જઈ રહી છે. એર ઈન્ડિયાએ 'એક્સ' પોસ્ટ પર એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે,” વિસ્તારાના

રૂટ અને સમયપત્રક તેમજ તેનો ઇન-ફ્લાઇટ અનુભવ ચાલુ રહેશે. વિલીનીકરણ બાદ વિસ્તારા

એરક્રાફ્ટ દ્વારા સંચાલિત ફ્લાઈટ્સનો કોડ 'એઆઈ-2' હશે.”

વાસ્તવમાં, બે સંપૂર્ણ-સેવા કેરિયર્સનું મર્જર નવેમ્બર 12 ના રોજ પૂર્ણ

થવાનું છે. કંપનીએ કહ્યું કે,” ક્ષિતિજ પર વિલીનીકરણ અને તેની સાથે આવનારા ફેરફારો

સાથે, અમે તમને ખાતરી

આપવા માંગીએ છીએ કે, તમારો વિસ્તારા ઇન-ફ્લાઇટ અનુભવ સમાપ્ત થવાનો નથી. તમે નવા

કોડ એઆઇ2XXX હેઠળ સમાન

વિશ્વ-વર્ગના કાફલા, અસાધારણ સેવા અને

પરિચિત ચહેરાઓનો, આનંદ માણવાનું ચાલુ રાખી શકો છો.”

આ વિલીનીકરણ પૂર્ણ થવા પર, સિંગાપોર એરલાઇન્સ એર ઇન્ડિયામાં 25.1 ટકા હિસ્સો

ધરાવશે. વિસ્તારા એ ટાટા ગ્રૂપ અને સિંગાપોર એરલાઇન્સ વચ્ચેનું સંયુક્ત સાહસ છે.

વિલીનીકરણ પછી, એર ઈન્ડિયાના

વિન્ટેજ 'મહારાજાઓ'ને ઈન્ટીગ્રેટેડ

એન્ટિટીના, ફ્રીક્વન્ટ ફ્લાયર પ્રોગ્રામ દ્વારા જાળવી રાખવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande