સુપ્રીમ કોર્ટે સેક્સ સ્કેન્ડલના આરોપી, પ્રજ્જવલ રેવન્નાની માતાના આગોતરા જામીન રદ કરવાનો ઇનકાર કર્યો
નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિં.સ.) સુપ્રીમ કોર્ટે કર્ણાટક સેક્સ સ્કેન્ડલના આરોપી જેડીએસનેતા પ્રજ્જવલ રેવન્નાની માતા ભવાની રેવન્નાને આપવામાં આવેલ આગોતરા જામીન રદ કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે,” મુખ્ય આ
કોર્ટ


નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિં.સ.)

સુપ્રીમ કોર્ટે કર્ણાટક સેક્સ સ્કેન્ડલના આરોપી જેડીએસનેતા પ્રજ્જવલ

રેવન્નાની માતા ભવાની રેવન્નાને આપવામાં આવેલ આગોતરા જામીન રદ કરવાનો ઇનકાર કરી

દીધો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે,” મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં

આવી છે અને આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં આ મહિલાના

આગોતરા જામીન રદ કરવાની જરૂર નથી.”

વાસ્તવમાં કર્ણાટક હાઈકોર્ટે, ભવાની રેવન્નાને આગોતરા જામીન

આપ્યા હતા. કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને, કર્ણાટક સરકારે સુપ્રીમ કોર્ટમાં

પડકાર્યો હતો. પ્રજ્વલ રેવન્ના સામેના સેક્સ સ્કેન્ડલના આરોપોએ, રાજકીય તોફાન

મચાવ્યું હતું. વિરોધ પક્ષોએ તેને રાજકીય મુદ્દો બનાવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande