ભારત-પાક સરહદ વિસ્તાર નજીક, કરોડોના હેરોઈન સાથે એકની ધરપકડ
ચંદીગઢ, નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિ.સ.) પંજાબ પોલીસે, સરહદી જિલ્લા પઠાણકોટમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે અને તેની પાસેથી 1 કિલો 350 ગ્રામ હેરોઈન જપ્ત કર્યું છે. પંજાબ પોલીસના મહાનિર્દેશક ગૌરવ યાદવે, શુક્રવારે સવારે સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર જણાવ્યું
હેરોઈન સ્મગલિંગ


ચંદીગઢ, નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિ.સ.) પંજાબ પોલીસે, સરહદી જિલ્લા પઠાણકોટમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી છે અને તેની પાસેથી 1 કિલો 350 ગ્રામ હેરોઈન જપ્ત કર્યું છે. પંજાબ પોલીસના મહાનિર્દેશક ગૌરવ યાદવે, શુક્રવારે સવારે સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર જણાવ્યું કે, પંજાબ પોલીસ અને ગુરદાસપુર પોલીસની કાઉન્ટર ઈન્ટેલિજન્સ વિંગ વચ્ચે સંયુક્ત ઓપરેશન દરમિયાન, હેરોઈન સાથે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે.

પકડાયેલો યુવક, પાકિસ્તાનના ડ્રગ્સ સ્મગલરોના સંપર્કમાં હતો. પાકિસ્તાની ડ્રગ સ્મગલરો, ડ્રોનની મદદથી પંજાબ બોર્ડર પર માદક દ્રવ્યો પહોંચાડતા હતા અને આરોપીઓ તેને આગળ લઈ જતા હતા.

ડીજીપીએ કહ્યું કે, આ કેસમાં ઘણી ધરપકડ થવાની શક્યતા છે. આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પાકિસ્તાન અને ભારતીય પંજાબ અને અન્ય રાજ્યોમાં આરોપીઓના સંપર્કોની તપાસ કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande