ઈસ્લામાબાદ, નવી દિલ્હી, 28 ઓક્ટોબર (હિ.સ.)
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના કેન્દ્રીય નેતા અને નેશનલ એસેમ્બલીમાં વિરોધ પક્ષના નેતા
ઓમર અયુબ ખાને આરોપ લગાવ્યો છે કે,” બુશરા બીબીને અદિયાલા જેલ (રાવલપિંડી સેન્ટ્રલ
જેલ)માં તેમના રોકાણ દરમિયાન ઝેર આપવામાં આવ્યું હતું.”
એઆરવાય ન્યૂઝ ચેનલ અનુસાર,”ઓમર અયુબ ખાને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના હજારા ડિવિઝનના
શહેર હરિપુરમાં, રવિવારે જારી નિવેદનમાં આ આરોપ લગાવ્યો હતો.”
નોંધનીય છે કે, ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીને તાજેતરમાં જ
જેલમાંથી મુક્ત કરવામાં આવી છે.કોઈક રીતે તેણી
બચી ગઈ.
તેમણે કહ્યું કે,” પીટીઆઈના સ્થાપક ઈમરાન ખાનની બે બહેનો
અલીમા ખાન અને ઉઝમા ખાન સાથે બુશરા બીબીની તાજેતરની મુક્તિ કાયદા અનુસાર કરવામાં
આવી હતી. આ માટે, સરકાર સાથે કોઈ
રાજકીય સમજૂતી કરવામાં આવી ન હતી.”
ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની જેમ, પીટીઆઈ નેતાને પણ
પ્લેટલેટના સ્તરમાં ઘટાડો થયો છે, પરંતુ તેમણે વિદેશમાં દેશનિકાલની માંગ કરી નથી. તેમણે
ન્યાયિક નિષ્પક્ષતાની આશા વ્યક્ત કરી છે.
મૌલાના ફઝલુર રહેમાન સાથે પીટીઆઈના જોડાણને પુનરોચ્ચાર કરતા, અયુબે એ પણ
જાહેરાત કરી કે,’ વિપક્ષી પાર્ટીઓ ટૂંક સમયમાં વર્તમાન સરકાર સામે આંદોલન શરૂ
કરશે.’
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ