અમેરિકન  હાસ્ય અભિનેત્રી, ટેરી રનું 79 વર્ષની વયે અવસાન થયું
લોસ એન્જલસ, નવી દિલ્હી, 30 ઓક્ટોબર (હિ.સ.) લોકપ્રિય અમેરિકન કોમેડિયન ટેરી ગારનું, મંગળવારે અહીં 79 વર્ષની વયે અવસાન થયું. તેમણે પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા. ટેરી ગાર, જેઓ ફિલ્મ ટુત્સીમાં તેમની દમદાર ભૂમિકા માટે ઓસ્કાર માટે નામાંકિત થયા હતા, તેમની ઓફબ
અમેરિકન હાસ્ય અભિનેત્રી ટેરી ગાર


લોસ એન્જલસ, નવી દિલ્હી, 30 ઓક્ટોબર (હિ.સ.) લોકપ્રિય અમેરિકન કોમેડિયન ટેરી ગારનું, મંગળવારે અહીં 79 વર્ષની વયે અવસાન થયું. તેમણે પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા. ટેરી ગાર, જેઓ ફિલ્મ ટુત્સીમાં તેમની દમદાર ભૂમિકા માટે ઓસ્કાર માટે નામાંકિત થયા હતા, તેમની ઓફબીટ ભૂમિકાઓ માટે યાદ કરવામાં આવે છે.

અમેરિકન સમાચાર ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર, તેમણે સિત્તેર અને એંસીના દાયકામાં સૌથી વધુ ખ્યાતિ મેળવી હતી. તેણી સેટરડે નાઈટ લાઈવની ત્રણ વખત હોસ્ટ હતી. તેણીના પ્રવક્તા હેઇદી શેફરે જણાવ્યું હતું કે, તેઓ લાંબા સમયથી મલ્ટિપલ સ્ક્લેરોસિસની જટિલતાઓ સામે લડી રહ્યા હતા. તેમની યાદગાર ફિલ્મો યંગ ફ્રેન્કસ્ટીન (1974), મોમ (1983) અને આફ્ટર અવર્સ (1985) છે. તેનો જન્મ 11 ડિસેમ્બર, 1944ના રોજ લોસ એન્જલસમાં થયો હતો. તેઓ 11 વર્ષનો હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું. તેમના પરિવારને ટેકો આપવા માટે, ટેરીએ હાઇસ્કૂલ પછી વેસ્ટ સાઇડ સ્ટોરી ના લોસ એન્જલસ સ્ટેજ પ્રોડક્શનમાં વ્યાવસાયિક નૃત્યની શરૂઆત કરી. તેમની માતાના આગ્રહ પર, તેમણે થોડો સમય કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. જ્યારે તેમણે ટેલિવિઝનની જાહેરાતોમાંથી સારી એવી કમાણી શરૂ કરી, તો તેમણે અભ્યાસ છોડી દીધો.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande