વોશિંગ્ટન, નવી દિલ્હી, 30 ઓક્ટોબર (હિ.સ.) અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજે રાત્રે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, 5 નવેમ્બરે યોજાનારી ચૂંટણી માટે વ્હાઇટ હાઉસના 19મી સદીના લૉન એલિપ્સે પર ઊભા રહીને, તેમના હરીફ ડોનાલ્ડ ટ્રમ્પને ઘેરશે. તેના સંબોધન પર તમામ દેશવાસીઓની નજર છે.
ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર, રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હેરિસ, અમેરિકનોને 'એલિપ્સે' પરથી દેશના તાજેતરના ભૂતકાળ પર વિચાર કરવા વિનંતી કરશે. પોતાના સંબોધનમાં તે 6 જાન્યુઆરી, 2021ની ઘટના તરફ લોકોનું ધ્યાન દોરશે. આ એ જ ઘટના છે, જેના માટે ટ્રમ્પની ભારે ટીકા થઈ હતી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, તેમના સમર્થકોને આ તારીખે એલીપ્સે થી કેપિટલ સુધી કૂચ કરવા વિનંતી કરી હતી. આ ગાળામાં થયેલા રમખાણોને કારણે તેને ઘણી શરમનો સામનો કરવો પડ્યો હતો. ઇતિહાસમાં નોંધાયેલું છે કે, તેમણે છેલ્લી ચૂંટણીને પલટવાનો પ્રયાસ કર્યો હતો.
એલીપ્સે ને, અમેરિકામાં પ્રેસિડેન્ટ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. તે 52 એકરમાં ફેલાયેલું છે અને વ્હાઇટ હાઉસની દક્ષિણે છે. આ પાર્ક ફૂટપાથ દ્વારા સુલભ છે. એલિપ્સે, વિઝિટર પેવેલિયન 15મી સ્ટ્રીટ અને ઇ સ્ટ્રીટ પર સ્થિત છે. તે એક મોટું અંડાકાર આકારનું મેદાન છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો. હિતેશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ