અમેરિકાના વ્હાઈટ હાઉસમાં ઉજવાયો દીપોત્સવ, હેપ્પી દિવાળીની ગુંજ..... 
વોશિંગ્ટન, નવી દિલ્હી, 29 ઓક્ટોબર (હિ.સ.) અમેરિકી રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ ખાતે સુખ, સમૃદ્ધિ અને સંમ્પન્નતાના પ્રતીક એવા પ્રકાશના તહેવાર દિવાળી નું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહના અંતે સૌએ એકબીજાને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી
વ્હાઈટ હાઉસમાં ઉજવાયો દીપોત્સવ


વોશિંગ્ટન, નવી દિલ્હી, 29 ઓક્ટોબર (હિ.સ.) અમેરિકી રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ ખાતે સુખ, સમૃદ્ધિ અને સંમ્પન્નતાના પ્રતીક એવા પ્રકાશના તહેવાર દિવાળી નું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહના અંતે સૌએ એકબીજાને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. લોકો એકબીજા સાથે હેપ્પી દિવાળી કહેતા હાથ મિલાવતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિ જો બાઈડેને, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના ખુબજ વખાણ કર્યા, જેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહ્યા છે.

વ્હાઇટ હાઉસના એક્સ હેન્ડલ પર રિલીઝ થયેલા વીડિયોમાં હેપ્પી દિવાળી સાથે ઇવેન્ટની શરૂઆત થઈ હતી. આ પ્રસંગે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું, મારી પત્ની જીલ બાઈડેન અહીં આવવા માંગતી હતી, પરંતુ તે વિસ્કોન્સિન જઈ રહી છે. અને કમલા હેરિસ પણ મુસાફરી કરી રહી છે. તમે જાણો છો કે મેં ઘણા કારણોસર કમલાને મારા રાજકીય અનુગામી તરીકે પસંદ કર્યા છે. તે સ્માર્ટ અને મજબૂત છે. તેમના પર વિશ્વાસ કરી શકાય છે. તેમની પાસે ટ્રમ્પ કરતાં વધુ અનુભવ છે.

અમેરિકામાં લગભગ 10 દિવસ દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. મેનહટનની મધ્યમાં આવેલા ટાઇમ્સ સ્ક્વેરથી પેન્સિલવેનિયા સુધી, ભારતીય-અમેરિકન સમુદાયો દિવાળીની ઉજવણીમાં ડૂબેલા છે. થોડા દિવસો પહેલા ન્યૂયોર્કમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની એક પોસ્ટ અનુસાર, ભારતીય અમેરિકન સમુદાય અને અમેરિકન મિત્રો દિવાળીની ઉજવણી કરવા ટાઇમ્સ સ્ક્વેરમાં એકઠા થયા હતા. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલ જનરલ બિનય પ્રધાન પણ ટાઈમ્સ સ્ક્વેર પહોંચ્યા અને બધાને અભિનંદન પાઠવ્યા. સેનેટના બહુમતી નેતા ચક શુમર, ન્યુયોર્ક શહેરના મેયર એરિક એડમ્સ વગેરેએ હાજરી આપી હતી. ડેપ્યુટી કોન્સ્યુલ જનરલ વરુણ જેફ્સ, પેન્સિલવેનિયાના અપર ડાર્બીમાં ભારતીય પ્રવાસીઓ અને ખાલસા એશિયન અમેરિકન એસોસિએશનના દિવાળીની ઉજવણીમાં સમુદાયના સભ્યો સાથે જોડાયા.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande