નવી દિલ્હી, 30 ઓક્ટોબર (હિં.સ.) સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે દેશના આઠ
મોટા પાયાના ઉદ્યોગોનો, વિકાસ દર નજીવો વધીને 2 ટકા થયો છે. ગયા મહિને તેમાં 1.6 ટકાનો ઘટાડો થયો
હતો, જે 42 મહિનામાં સૌથી
નીચો સ્તર હતો.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે બુધવારે એક
નિવેદનમાં જણાવ્યું હતું કે,” સપ્ટેમ્બરમાં દેશના આઠ મુખ્ય મૂળભૂત ઉદ્યોગોનો વિકાસ
દર બે ટકા હતો. ગયા વર્ષે આ જ મહિનામાં પાયાના ઉદ્યોગોનું ઉત્પાદન 9.5 ટકાના દરે
વધ્યું હતું. જો કે, ઓગસ્ટમાં 1.6 ટકાના સંકોચનની
સરખામણીમાં મૂળભૂત ઉદ્યોગોની ઉત્પાદન વૃદ્ધિ હકારાત્મક છે.”
સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે આઠ મોટા પાયાના ઉદ્યોગોના વિકાસ
દરમાં ઘટાડો થયો હોવા છતાં,
ઓગસ્ટની
સરખામણીમાં સપ્ટેમ્બરમાં મૂળભૂત ઉદ્યોગોની કામગીરીમાં સુધારો થયો છે. ડેટા અનુસાર, દેશના આઠ મોટા
પાયાના ઉદ્યોગોમાંથી, ત્રણ ક્ષેત્રો, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ અને
વીજળીમાં સપ્ટેમ્બરમાં નકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર,”ચાલુ નાણાકીય
વર્ષ 2024-25ના પ્રથમ છમાસિક
(એપ્રિલ-સપ્ટેમ્બર) સમયગાળામાં, દેશના આઠ મુખ્ય મૂળભૂત ઉદ્યોગો, કોલસો, ક્રૂડ ઓઈલ, કુદરતી ગેસ, રિફાઈનરી
ઉત્પાદનો, ખાતરો, સ્ટીલનો વિકાસ દર, સિમેન્ટ અને
વીજળી 4.2 ટકા રહી છે.જ્યારે ગયા
નાણાકીય વર્ષ 2023-24ના સમાન
સમયગાળામાં તે 8.2 ટકા હતી.”
ઉલ્લેખનીય છે કે, દેશના આઠ મોટા પાયાના ઉદ્યોગોમાં કોલસો, ક્રૂડ ઓઈલ, કુદરતી ગેસ, રિફાઈનરી
ઉત્પાદનો, ખાતર, સ્ટીલ, સિમેન્ટ અને પાવર
સેક્ટરનો સમાવેશ થાય છે. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંકમાં આ મૂળભૂત ઉદ્યોગોનું યોગદાન 40.27 ટકા છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ