ભારતીય મધુમેહ અધ્યયન અનુસંધાન સોસાયટીની 52મી ઇન્ટરનેશનલ એન્યુઅલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે, ડૉ. જીતેન્દ્ર સિંહ
નવી દિલ્હી, 30 ઓક્ટોબર (હિ.સ.). ભારતીય મધુમેહ અધ્યયન અનુસંધાન સોસાયટી (આરએસએસડીઆઈ)ની આગામી આંતરરાષ્ટ્રીય 52મી વાર્ષિક કોન્ફરન્સનું ઉદ્ઘાટન, કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ કરશે અને મુખ્ય અતિથિ પણ હશે. ડૉ.જિતેન્દ્ર સિંહ પણ જાણીતા ડાયાબિટીસ નિષ્ણાત
આરએસએસડીઆઈ ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.બી.એમ. મક્કરે આજે ડૉ. જિતેન્દ્ર સિંહને મળ્યા


નવી દિલ્હી, 30 ઓક્ટોબર (હિ.સ.). ભારતીય મધુમેહ અધ્યયન અનુસંધાન સોસાયટી (આરએસએસડીઆઈ)ની આગામી આંતરરાષ્ટ્રીય 52મી વાર્ષિક કોન્ફરન્સનું ઉદ્ઘાટન, કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ કરશે અને મુખ્ય અતિથિ પણ હશે. ડૉ.જિતેન્દ્ર સિંહ પણ જાણીતા ડાયાબિટીસ નિષ્ણાત છે.

આ કોન્ફરન્સ 14 થી 17 નવેમ્બર દરમિયાન યશોભૂમિ, દ્વારકા, નવી દિલ્હી ખાતે યોજાનાર છે. આરએસએસડીઆઈ ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.બી.એમ. મક્કરે આજે ડૉ. જિતેન્દ્ર સિંહને મળ્યા બાદ અને મુખ્ય અતિથિ બનવા માટે તેમની સંમતિ લીધા બાદ આ વાતની પુષ્ટિ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ડૉ. જિતેન્દ્ર સિંહ, આરએસએસડીઆઈ ના લાઈફ પેટ્રોન અને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ વિજેતા પણ છે. આ પ્રતિષ્ઠિત મુખ્ય કાર્યક્રમ, જે વિવિધ સ્થળોએ પરિભ્રમણના ધોરણે યોજાય છે, છેલ્લીવાર 2013 માં દિલ્હીમાં યોજાયો હતો. ત્યારે યોગાનુયોગ ડો.જિતેન્દ્રસિંહ પોતે કોન્ફરન્સના વૈજ્ઞાનિક પ્રમુખ હતા.

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande