રાષ્ટ્રપતિએ, દિવાળીના પર્વ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
નવી દિલ્હી, 30 ઓક્ટોબર (હિં.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, બુધવારે દેશવાસીઓને, દિવાળીના પર્વની શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું કે,”સદ્ભાવનામાં વિશ્વાસ રાખીને, ભારતની ભવ્ય સંસ્કૃતિ પર ગર્વ કરો અને સ્વસ્થ, સમૃદ્ધ અને સંવેદનશીલ
મુર્મુ


નવી દિલ્હી, 30 ઓક્ટોબર (હિં.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, બુધવારે

દેશવાસીઓને, દિવાળીના પર્વની શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું કે,”સદ્ભાવનામાં

વિશ્વાસ રાખીને, ભારતની ભવ્ય

સંસ્કૃતિ પર ગર્વ કરો અને સ્વસ્થ, સમૃદ્ધ અને સંવેદનશીલ સમાજના નિર્માણનો સંકલ્પ કરો અને

પ્રદૂષણ મુક્ત દિવાળી ઉજવીએ.”

રાષ્ટ્રપતિએ તેમના શુભેચ્છા સંદેશમાં કહ્યું છે કે,” દિવાળીના શુભ અવસર પર હું ભારત અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને, શુભેચ્છાઓ અને

શુભકામનાઓ આપું છું. દિવાળી આનંદ અને ઉત્સાહનો તહેવાર છે. આ તહેવાર અંધકાર પર

પ્રકાશની જીત અને અધર્મ પર, ન્યાયીપણાની ઉજવણી કરે છે. આ તહેવાર દેશ-વિદેશમાં

વિવિધ સમુદાયો અને વર્ગો દ્વારા ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. આ તહેવાર ઉજ્જવળ

ભવિષ્યની આશા જગાડે છે.”

તેમણે કહ્યું કે,” દિવાળીના શુભ અવસર પર આપણે આપણા

અંતરાત્માને પ્રજ્વલિત કરવાનો અને પ્રેમ, કરુણા અને સામાજિક સમરસતા જેવા સારા મૂલ્યો અપનાવવાનો

સંકલ્પ કરવો જોઈએ. આ તહેવાર વંચિત અને જરૂરિયાતમંદોને મદદ કરવાનો અને તેમની સાથે

ખુશીઓ વહેંચવાનો પણ એક અવસર છે.”

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande