નવી દિલ્હી, 30 ઓક્ટોબર (હિ.સ.). કેન્દ્રીય ગૃહ મંત્રાલય (એમએચએ) એ, વરિષ્ઠ આઈએએસ અધિકારી કેશવ ચંદ્રાને, નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (એનડીએમસી) ના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.
કેશવ ચંદ્ર અરુણાચલ પ્રદેશ-ગોવા-મિઝોરમ અને કેન્દ્ર શાસિત પ્રદેશો (એજીએમયુટી) કેડરના 1995 બેચના આઈએએસ અધિકારી છે. તેમણે કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન અને નિકોબાર ટાપુઓના મુખ્ય સચિવ તરીકે સેવા આપી હતી.
એનડીએમસી ના ભૂતપૂર્વ અધ્યક્ષ નરેશ કુમારની 31 ઓગસ્ટે નિવૃત્તિ બાદ, ખાલી પડેલા પદ પર તેમની નિમણૂક કરવામાં આવી છે.
એમએચએ ના ડાયરેક્ટર અનીશ મુરલીધરને, બુધવારે આ સંબંધમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરના મુખ્ય સચિવને પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, સક્ષમ અધિકારીની મંજૂરીથી, કેશવ ચંદ્ર, આઈએએસ (એજીએમયુટી : 1995) ને, ચાર્જ સંભાળ્યાની તારીખથી આગામી આદેશો સુધી, નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર/સુશીલ કુમાર/દધીબલ યાદવ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ