પ્રધાનમંત્રીએ, પસુમ્પન મુથુરામલિંગા થેવરને યાદ કર્યા
નવી દિલ્હી, 30 ઓક્ટોબર (હિ.સ.). વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, બુધવારે સ્વાતંત્ર્ય સેનાની અને આધ્યાત્મિક નેતા પસુમ્પોન મુથુરામલિંગા થેવરને, તેમના ગુરુ પૂજા પ્રસંગે શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ થેવરના વિચારો અને ઉપદેશોની પ્રશંસા કરી અને કહ્યું કે, તેમણે હંમ
પ્રધાનમંત્રી મોદી અને પસુમ્પન મુથુરામલિંગા થેવર


નવી દિલ્હી, 30 ઓક્ટોબર (હિ.સ.). વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, બુધવારે સ્વાતંત્ર્ય સેનાની અને આધ્યાત્મિક નેતા પસુમ્પોન મુથુરામલિંગા થેવરને, તેમના ગુરુ પૂજા પ્રસંગે શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ થેવરના વિચારો અને ઉપદેશોની પ્રશંસા કરી અને કહ્યું કે, તેમણે હંમેશા સમાજના ઉત્થાન માટે કામ કર્યું છે.

વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું, “ગુરુ પૂજાના અવસર પર, અમે આદરણીય પસુમ્પોન મુથુરામાલિંગા થેવરજીને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અસંખ્ય લોકો તેમના વિચારો અને ઉપદેશોથી શક્તિ મેળવે છે. તેમણે ગરીબી નાબૂદી, આધ્યાત્મિકતા અને ખેડૂતોના કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરીને સમાજને સુધારવા માટે પોતાને સમર્પિત કર્યા. અમે તેમનું સપનું સાકાર કરવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું.

હિન્દુસ્થાન સમાચાર/સુશીલ કુમાર/સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande