માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન સહાય મળતા કૌશલ્યને રોજગારીમાં પરિવર્તિત કરવા સક્ષમ બન્યો : ચૌહાણ શૈલેષ
ભાવનગર/અમદાવાદ,05 ઓકટોબર (હિ.સ.) ભાવનગર ખાતે યોજાયેલો જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત ચૌહાણ શૈલેષ સરકારની અપાર પ્રશંસા કરતા જણાવે છે કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત તેમને સાધન સહાય મળતા તેમનામાં રહેલ કૌશલ્યને રોજગારીમાં પરિવર્તન કરવા માટે સ
માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન સહાય મળતા કૌશલ્યને રોજગારીમાં પરિવર્તિત કરવા સક્ષમ બન્યો : ચૌહાણ શૈલેષ


ભાવનગર/અમદાવાદ,05 ઓકટોબર (હિ.સ.) ભાવનગર ખાતે યોજાયેલો જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત ચૌહાણ શૈલેષ સરકારની અપાર પ્રશંસા કરતા જણાવે છે કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત તેમને સાધન સહાય મળતા તેમનામાં રહેલ કૌશલ્યને રોજગારીમાં પરિવર્તન કરવા માટે સક્ષમ બન્યા છે.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ચાલતી માનવ કલ્યાણ યોજના અંતર્ગત ભાવનગરના તળાજા જકાતનાકાના નિવાસી ચૌહાણ શૈલેષને વાહન રીપેરીંગ અને સર્વિસનું કામ આવડતું હતું પરંતુ સાધન સહાયના અભાવે તેઓ તે યોગ્ય રીતે કરી શકતા ના હતા ત્યારે સરકારશ્રી દ્વારા તેમને સાધન સહાય યોજનાનો લાભ મળતા તેમને વાહન રીપેરીંગની કીટ મળી હતી અને હવે તેઓ વાહન રીપેરીંગ કરે છે. આમ, શૈલેષભાઈ ને પહેલા બીજાનાં પર નિર્ભર રહેવું પડતું હતું જ્યારે હવે તેઓ પોતાનો વ્યવસાય કરે કરે છે.આમ,ચૌહાણ શૈલેષભાઈએ સરકારનો ખુબ ખુબ આભાર માન્યો હતો કે તેમનામાં રહેલા કૌશલ્યને પાંખ આપવાનું કાર્ય સરકારની માનવ કલ્યાણ યોજના થકી કૌશલ્યને રોજગારીમાં પરિવર્તિત કરવા સક્ષમ બન્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande