ગાંધીનગરમાં “Deriving Maximum Impact out of Aadhar” વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
ગાંધીનગર,05 ઓકટોબર (હિ.સ.) ગુજરાતમાં આધારનો મહત્તમ લાભ મેળવવાના પ્રયત્નો હેઠળ, UIDAI રાજ્ય કચેરી ગુજરાત અને DST ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં નર્મદા હોલ, સ્વર્ણિમ સંકુલ-1, નવા સચિવાલય ખાતે Deriving Maximum Impact out of Aadhar” વર્કશોપનું ઉદ્ઘાટ
ગાંધીનગર ખાતે વર્કશોપ યોજાયો


ગાંધીનગર ખાતે વર્કશોપ યોજાયો


ગાંધીનગર,05 ઓકટોબર (હિ.સ.) ગુજરાતમાં આધારનો મહત્તમ લાભ મેળવવાના પ્રયત્નો હેઠળ, UIDAI રાજ્ય કચેરી ગુજરાત અને DST ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરમાં નર્મદા હોલ, સ્વર્ણિમ સંકુલ-1, નવા સચિવાલય ખાતે Deriving Maximum Impact out of Aadhar” વર્કશોપનું ઉદ્ઘાટન મુખ્ય સચિવ રાજકુમાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં 200 કરતાં વધુ વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય સચિવ એ જણાવ્યું હતું કે, નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓની જાણકારી અને તેના લાભ સત્વરે પહોંચાડવા સરકારે આધારને વર્ચ્યુઅલ બનવાની જરૂર છે જેથી નાગરીકોને ઘરે બેઠા માહિતી મળી શકે આ વર્કશોપમાં ગુજરાત રાજ્ય/ઉત્તર પૂર્વ પ્રદેશના સૌથી વધુ ઉપયોગમાં લેવાતા કેસોની ચર્ચા કરવામાં આવી હતી. જેવા કે ઇ-ખજાના માટે આધારનો ઉપયોગ, રાજ્યની પોલીસ માટે ક્ષમતા નિર્માણ, આધાર આધારિત ડિજિટલ પેમેન્ટ્સ, અને JAM (જન-આધાર-મોબાઇલ) ટ્રિનિટીનો ઉપયોગ કરવા માટે સિસ્ટમને મજબૂત કરવા માટે રોડ મેપની જાણકારી પણ મેળવી હતી.

આ કાર્યક્રમમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર (IAS), વિજ્ઞાન અને તકનીકી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર (IAS), અન્‍ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતોનો વિભાગના અગ્ર સચિવ રમેશચંદ મીના (IAS) તથા મેનેજિંગ ડિરેક્ટર તુષાર એમ. ધોળકિયા (IAS), ગુજરાત ઇન્ફોર્મેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તુષાર ભટ્ટ (IAS), ભારત સરકારના DBT મિશનના સંયુક્ત સચિવ સૌરભ કુમાર તિવારી, UIDAI રાજ્ય કચેરી ગુજરાતના ડિરેક્ટર રાજેશ કુમાર ગુપ્તા અને UIDAI RO મુંબઈના ડી.ડી.જી લવકેશ ઠાકુર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande