માણસામાં રૂ. 244 કરોડના ખર્ચ નવનિર્માણ થનાર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ભૂમિ પૂજન
ગાંધીનગર,05 ઓકટોબર (હિ.સ.) મારા સંસદીય મત વિસ્તારમાં વિકાસના કામો થાય તો સંસદ સભ્ય તરીકે મને આનંદ થાય, પરંતુ માણસામાં વિકાસના કામો થાય તો આનંદ નહીં પરંતુ માણસાનો પુત્ર હોવાથી મને તેનો સંતોષ થાય છે. આગામી ડિસેમ્બર માર્ચ સુધીમાં માણસા ખાતે મેડિકલ ક
માણસા ખાતે કાર્યક્રમ યોજાયો


માણસા ખાતે કાર્યક્રમ યોજાયો


માણસા ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર,05 ઓકટોબર (હિ.સ.) મારા સંસદીય મત વિસ્તારમાં વિકાસના કામો થાય તો સંસદ સભ્ય તરીકે મને આનંદ થાય, પરંતુ માણસામાં વિકાસના કામો થાય તો આનંદ નહીં પરંતુ માણસાનો પુત્ર હોવાથી મને તેનો સંતોષ થાય છે. આગામી ડિસેમ્બર માર્ચ સુધીમાં માણસા ખાતે મેડિકલ કોલેજનું ભૂમિ પૂજન કરવામાં આવશે તેવું કેન્દ્રીય ગૃહ મંત્રી એ માણસા ખાતે વિવિધ વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાવતા જણાવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજે આપણા સૌ માણસાના નાગરિકો માટે ખૂબ જ મહત્વનો દિવસ છે, કારણ કે ગુજરાત સરકારે રૂ. 250 કરોડના ખર્ચે 425 બેડ ની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવાની છે. આ હોસ્પિટલ આવનારા 25 વર્ષ સુધી માણસાના નાગરિકોને સ્વાસ્થ્યને લગતી તમામ જરૂરીયાતો પૂરી કરશે તેની સાથે સાથે માણસા નગરપાલિકાના વિવિધ રૂ. 329 કરોડના કામોનું આજે ખાત મુહૂર્ત અને લોકાર્પણ થયું છે.

તેમણે ઉમેર્યુ હતું કે, માણસાનું ચંદ્રાસર તળાવનો ખુબ જ સરસ ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે. ચંદ્રાસર, માલવ અને મલાડ તળાવ સાથે 16 તળાવને જોડવાનું કામ કરવામાં આવી છે. નર્મદાનું પાણી ઠાલવવાનું કામ આ વર્ષે કરવામાં આવ્યું છે. ખેડૂતોને સારું પાણી અને સારી જમીન મળે તો માણસાના ખેડૂતો ધારે તો સોનાના નળિયા નાખે તેટલા પૈસા કમાઈ શકે તેમ છે, તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય મંત્રી એ જણાવ્યું હતું કે, માણસામાં આવતા ડિસેમ્બર પહેલા મેડિકલ કોલેજનું ભૂમિ પૂજન કાર્ય કરવામાં આવશે આ મેડિકલ કોલેજ માણસા ની સાયન્સ કોલેજના સંકુલમાં બનાવવામાં આવશે.માણસાની હોસ્પિટલ અડધી બનશે ત્યાં સુધી કોલેજ બનાવવાનું પણ કામનો આરંભ થશે.

તેમણે ઉમેર્યું હતું કે,વડાપ્રધાન એ મેડિકલ સાયન્સને સ્થાનીય ભાષાઓમાં ભણાવવાનો મધ્યપ્રદેશની મેડિકલ કોલેજમાં હિન્દીમાં ભણાવવનો આરંભ કરવામાં આવ્યો છે. માણસની મેડિકલ કોલેજ બનીને પૂરી થશે અને બીજું કે ત્રીજું સેમિસ્ટર આવશે ત્યાં સુધી ગુજરાતીમાં પણ મેડિકલ કોલેજનો અભ્યાસ કરવાનો આરંભ માણસા થી થશે.

વડાપ્રધાન એ નશામુક્ત ભારતનું નિર્માણ કરવાનો આરંભ 2014 થી કર્યું હતું જે અંતર્ગત 2004 થી 14 સુધીમાં 1 લાખ 52 હજાર કિલો ડ્રગ પકડવામાં આવ્યું છે નરેન્દ્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014 થી શાસન ધુરા સંભાળી તૈયારથી 2024 સુધીમાં પાંચ લાખ 42 હજાર 600 કિલો ડ્રગ્સ પકડવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બારીકાઈથી અભ્યાસ કરી હોલિસ્ટિક એપ્રોચ સાથે દેશના નાગરિકો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવી છે. તેમણે સ્વચ્છતા અભિયાન શરૂ કરી 20 જેટલા સામાન્ય રોગો દૂર કર્યા છે. દરેક ઘરને શુદ્ધ પીવાનું પાણી આપીને નાના મોટા રોગો દૂર કર્યા છે. ઘરે ઘરે શૌચાલય બનાવીને પણ રોગોને દૂર કરવાનો ઉમદા પ્રયત્ન કર્યો છે. નાગરિકો આરોગ્ય પ્રત્યે જાગૃત બને તે માટે યોગને પ્રાધાન્ય આપ્યું છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, માણસાના એક પણ નાગરિકને આરોગ્ય સેવા માટે અમદાવાદ કે ગાંધીનગર ના જવું પડે તેવા ઉંમદા આશયથી રૂ. 244 કરોડના ખર્ચે અધ્યતન જિલ્લા કક્ષાની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવનાર છે. આ હોસ્પિટલમાં કિડની, હૃદય જેવી અનેક અદ્યતન આરોગ્ય સુવિધાઓ આપવામાં આવશે

તેમણે જણાવ્યું હતું કે રોડ રસ્તા તળાવ ભરવા નું કામ તો સરકાર કરી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ને 7 ઓક્ટોબરના રોજ સીએમ અને પીએમના 23 વર્ષ પૂર્ણ થવાના છે. આ પ્રસંગે ગુજરાતના 14 વર્ષના ગુજરાતનો વિકાસ અને ગુજરાતને ધબકતું કરવાના મોડલને સ્વરૂપે દેશ સમક્ષ મુકવાનો એમને જે પુરુષાર્થ કર્યો અને પ્રધાનમંત્રી બન્યા પછી દેશને વિશ્વ સમક્ષ મુકવાનો જે પ્રયત્ન કર્યો ઉજાગર કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત રાજ્યમાં બે કરોડ 80 લાખ વ્યક્તિઓને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે તેમજ 70 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવી રહ્યા છે. રૂ. 3200 કરોડ જેટલા રૂપિયા રાજ્ય સરકારે આયુષ્યમાન કાર્ડ હેઠળ આરોગ્ય સેવા માટે ચૂકવ્યા છે. આજે ગુજરાતમાં દર વર્ષે 7 હજાર જેટલા એમબીબીએસ ડોક્ટરો મળે છે પરંતુ આવતા વર્ષ સુધીમાં ૮૫૦૦જેટલા ડોક્ટરો આપણને દર વર્ષે મળશે. 800 જેટલી ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓ પણ કાર્યરત છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande