કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે પેથાપુર તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું
ગાંધીનગર,05 ઓકટોબર (હિ.સ.) ગાંધીનગર તાલુકાના પેથાપુર ખાતે 7.72 કરોડ રુપિયાના ખર્ચે તળાવ ડેવેલોપમેન્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે પેથાપુર તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું . આ તળાવના નવીનીકરણની કામગ
પેથાપુર ખાતે કાર્યક્રમ યોજાયો


પેથાપુર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર,05 ઓકટોબર (હિ.સ.) ગાંધીનગર તાલુકાના પેથાપુર ખાતે 7.72 કરોડ રુપિયાના ખર્ચે તળાવ ડેવેલોપમેન્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે પેથાપુર તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું .

આ તળાવના નવીનીકરણની કામગીરી દરમિયાન તળાવના તળિયાનું ટ્રીટમેન્ટ કરવામાં આવ્યુ છે જેથી, તળાવમાં આવતા વરસાદી પાણીનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકાય. સાથે સાથે વરસાદી પાણી તળાવમાં આવી શકે તે હેતુથી તળાવમાં બંને બાજુ બોક્ષ કલ્વટૅ બનાવવામાં આવ્યા છે. વરસાદી પાણી કુદરતી રીતે તળાવમાં આવી શકે તે મુજબ આ બંને બોક્ષ કલ્વટૅની ડીઝાઇન તથા દિશા નક્કી કરવામાં કરાઈ છે. જેના કારણે હવે વરસાદી પાણી આજુ-બાજુના વિસ્તારમાં ભરાઈ રહેશે નહિ.

ઉપરાંત તળાવના પાણીના કારણે જમીન ધસી ન પડે તે માટે તળાવની ફરતે પથ્થર દ્વારા પીચીંગ તથા ઢાળની સુરક્ષા માટે સ્લોપ રીટેઇનીંગ સ્ટ્રક્ચર પણ બનાવવામાં આવ્યા છે.તળાવે આવતા લોકો હરી-ફરી શકે તે હેતુથી તળાવની ફરતે પાથ-વે પણ તૈયાર કરવામાં આવ્યો છે. સીનીયર સિટીજનને બેસવા માટે અલગ-અલગ જગ્યાએ ગઝીબો તેમજ બાળકોને રમવા માટે ચિલ્ડ્રન પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે. તથા તળાવની સુંદરતા વધારવા માટે અલગ-અલગ પ્રકારના વૃક્ષો, ફૂલ-છોડ તથા ઘાસની લોન દ્વારા રમણીય ઉદ્યાનનું નિર્માણ કરવામાં આવ્યુ છે.તળાવની સુરક્ષાના હેતુસર તળાવની ચોતરફ ફેબ્રિકેશન ગ્રીલ સાથેની કમ્પાઉન્ડ વોલ, સિક્યુરીટી કેબીન તેમજ રાત્રિના સમયગાળા દરમિયાન પુરતું અજવાળું મળી રહે તે માટે ઇલેક્ટ્રિક પોલ લગાડવામાં આવેલ છે. આ ઉપરાંત તળાવના મુલાકાતીયો માટે પીવાના પાણીની તેમજ સૌચાલય અને પાર્કિંગની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.

આ તળાવના નવિનીકરણથી પેથાપુર ગામના લોકોને હરવા-ફરવા માટે તેમજ બાળકોને રમત-ગમત માટેની અધ્યતન સુવિધા મળી રહેશે.

આજ રિતે માણસા નગરપાલિકામાં જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂપિયા 1137 લાખના ખર્ચે મલાવ તળાવના બ્યુટીફિકેશનની કામગીરીનું ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું છે. આ ખાતમુહૂર્ત દરમિયાન પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલ તથા ધારાસભ્ય સહિત મહાનુભાવો પણ હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande