ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રૂ. 473 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે કરાયું
ગાંધીનગર,05 ઓકટોબર (હિ.સ.) ગાંધીનગર નજીક આવેલા ઇન્દ્રોડા પાર્કને થોડાક સમયમાં દેશનું સૌથી મોટું બાળકોને ફરવા માટેનું સ્થળ બનાવવામાં આવશે, તેવું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મહાનગરપાલિકા વિસ્તારના 473 કરોડના વિવિધ વિકાસ કામોના લો
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર,05 ઓકટોબર (હિ.સ.) ગાંધીનગર નજીક આવેલા ઇન્દ્રોડા પાર્કને થોડાક સમયમાં દેશનું સૌથી મોટું બાળકોને ફરવા માટેનું સ્થળ બનાવવામાં આવશે, તેવું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે મહાનગરપાલિકા વિસ્તારના 473 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારંભમાં જણાવ્યું હતું.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ એ વિકાસ કામોનો હિસાબ આપતા જણાવ્યું હતું કે આજના દિવસમાં 919 કરોડના વિકાસ કામોનું ખાતમહુર્ત અને લોકાર્પણ ગાંધીનગર લોકસભા સંસદીય મત વિસ્તારમાં કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે અત્યાર સુધીમાં આ લોકસભા વિસ્તારમાં 23951 કરોડના વિકાસ કામો કરવામાં આવ્યા છે. તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 14 હજાર કરોડથી વધુ વિકાસ કામોની ભેટ આ લોકસભા વિસ્તારને આપવામાં આવી છે. સમગ્ર દેશમાં વિકાસની દ્રષ્ટિએ ગાંધીનગર લોકસભા મતવિસ્તાર પ્રથમ નંબરે હશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદી વર્ષ 2014 માં દેશના વડાપ્રધાન બન્યા તે પછી એક હોલેસ્ટિક એપ્રોચ સાથે શહેરોના વિકાસ માટે અર્બન પોલિસી બનાવી હતી. તે પહેલા અર્બન ડેવલોપમેન્ટ માટે કોઈપણ પ્રોજેક્ટ કે પોલીસી ન હતી. દેશના વડાપ્રધાને અર્બનના વિકાસ માટે આ તમામ પ્રોજેક્ટ અને પોલિસીઓની એક માળા બનાવી વિકાસ કરવાની શરૂઆત કરી છે. દેશની મહાનગરપાલિકાઓમાં ઈ ગવર્નન્સ સ્માર્ટ સિટી મિશન સીસીટીવી નેટવર્ક, અમૃત મીશન, રેરા કાનૂન સાથે સાથે ટ્રાફિક પ્રદૂષણ, ધુમાડા રહિતના શહેરો બનાવવામાં આવી રહ્યા છે. સ્વરોજગારને સહકાર આપવા માટે પીએમ વિશ્વકર્મા અને પ્રધાનમંત્રી સ્વ યોજના જેવી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે સ્વ નિધિ યોજનાઓ અંતર્ગત ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં 17 હજાર જેટલા રેકડી ચલાવતા વ્યક્તિઓને લોન આપવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. જેના થકી આજે ડિજિટલ ટ્રાન્જેક્શન માં વધારો થયો છે

એક વ્યક્તિ નીતિના આધારે દેશનો વિકાસ કરવાનું નક્કી કરે તો કશું જ માગવાની જરૂર રહેતી નથી તેનું દ્રષ્ટાંત ગાંધીનગર શહેર છે, તેવું જણાવી કેન્દ્રીય ગૃહ મંત્રી એ ઉમેર્યું હતું કે, અર્બન ડેવલોપમેન્ટની તમામ નીતિઓનો અમલ કરવાનો ઉમદા પ્રયાસ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કરવામાં આવ્યો છે અને જેનું પરિણામ આજે આપણે જોઈ રહ્યા છે. વર્ષ 2036 માં મોઢેરા ખાતે ઓલમ્પિક રમાડવામાં આવશે તો ગાંધીનગર અને અમદાવાદનો અકલ્પનીય વિકાસ થશે તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, ઓલમ્પિક રમાડવામાં આવશે ત્યારે 15 આંતરરાષ્ટ્રીય ખેલ શૃંખલાઓ રમાડવામાં આવશે. જેના કારણે 40 હજાર જેટલા હોટલના રૂમોની જરૂરિયાત ઊભી થશે. ટ્રાફિક અને હેલ્થ વ્યવસ્થા સુચારુ બનશે. 30 હજાર હંગામી અને 20 હજાર સ્કિલ ધરાવતા યુવાનોને રોજગારી મળશે. આરંભકાળથી સત્તાનો હબ બનેલું ગાંધીનગર 15 વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે હબ બની ગયું છે. અને ગાંધીનગરને સ્માર્ટ સિટી બનાવવાનું કામ દેશના વડાપ્રધાન એ શરૂ કર્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી ના નેતૃત્વમાં આજે દેશ અનેક શિખરો શેર કરી રહ્યો છે. જેમાં ઇન્દ્ર ધનુષ્ય યોજનાના કામમાં નંબર એક ઉપર છીએ. મોબાઈલ નિર્માણ માં વિશ્વમાં આપણે અગ્રેસર છીએ. ઓટોમોબાઇલ્સ માર્કેટ અને સ્ટાર્ટ અપ સેન્ટરમાં પણ આપણે આગળ વધી ગયા છીએ. રિન્યુઅલ એનર્જીમાં આપણે 22 માંથી 4 નંબરના ક્રમે પહોંચી ગયા છીએ.

ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરા પટેલે ગાંધીનગરમા થનાર વિકાસ કામોની ઝાંખી કરાવવામાં આવી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર જે.એન વાઘેલાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande