પોરબંદર,07 ઓકટોબર (હિ.સ.) પોરબંદર એલસીબી પોલીસે રાણાવાવ મફતીયાપરા બાપા સીતારામ મંદિર પાસે આવેલ એક રહેણાંક મકાન પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે ગંજીપતાના પૈસા પાના વડે તીનપતી રોનપોલીસ નામનો હારજીતનો જુગાર રમી રમતા ગંજીપતાના પાના તથા રોકડા રૂા. 40,150 ના મુદામાલ સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલ શખ્સોમાં ઉમર ઉર્ફે ચકો કાસમભાઈ શમા, સલીમ સીદીકભાઈ મલેક , શરદ મુરૂભાઈ મારૂ ,કિશન વિનોદભાઈ ઘેડીયા પોરબંદરનો સમાવેશ થાય છે. આરોપીઓ સામે સરકાર તરફે એલસીબી કોન્સ્ટેબલ અજય ચૌહાણે રાણાવાવ પોલીસમાં ગુનો દાખલ કરાવતા એલસીબી પીઆઇ આર કે કાંબરીયાએ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya