છોટાઉદેપુરમાં દિવાળી નજીક આવી પરંતુ રંગોળીના ધંધામાં મંદીનો માહોલ
છોટાઉદેપુર,07 ઓકટોબર (હિ.સ.) છોટાઉદેપુર પંથકમાં બનતી રંગોળી દિવાળીના તહેવાર અગાઉ ચેન્નાઇ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ખૂબ મોટા પ્રમાણમાં અંદાજે 5 થી 6 હજાર ટન જેવી સપ્લાય થાય છે. વેપારીઓ અગાઉથી બુકીંગ કરવી દેતા હોય છે. અને ર
રંગોળીના


છોટાઉદેપુર,07 ઓકટોબર (હિ.સ.) છોટાઉદેપુર પંથકમાં બનતી રંગોળી દિવાળીના તહેવાર અગાઉ ચેન્નાઇ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ખૂબ મોટા પ્રમાણમાં અંદાજે 5 થી 6 હજાર ટન જેવી સપ્લાય થાય છે. વેપારીઓ અગાઉથી બુકીંગ કરવી દેતા હોય છે. અને રંગોળીની ડિમાન્ડ પણ દર વર્ષે વધુ હોય છે. પરંતુ છેલ્લા 3 વર્ષ કોરોના કાળ સમયથી ધંધામાં ભારે મંદી જોવા મળી રહી છે. જેના કારણે વેપારીઓ પણ ચિંતિત જણાઈ રહ્યા છે. ચાલુ વર્ષે નવરાત્રી શરૂ થઈ ગઈ હોય અને દિવાળીને માત્ર ગણતરીના દિવસો બાકી છે. હજુ ધંધામાં કોઈ ડિમાન્ડ આવતી નથી. અને ગત વર્ષ કરતા માત્ર 30 ટકા % ધંધો જોવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર પંથકમાં ડોલોમાઈટ પથ્થરનો પાઉડર બનાવવાની 100 જેટલી ફેકટરીઓ આવેલી છે. જેમાં 10 જેટલી ફેકટરીઓ દિવાળીમાં ઘર આંગણે પૂરવામાં આવતી રંગોળી બનાવતી હોય છે. જે ખૂબ મોટા પ્રમાણમાં બહારના વેપારીઓ લઈ જતા હોય છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી કોરોના કાળ દરમ્યાન આ ધંધામાં અચાનક મંદી આવી ગઈ છે. જ્યારે મધ્યપ્રદેશ તરફ બધો ધંધો ખેંચાઈ જતા ગુજરાતના છોટાઉદેપુરમાં માલની ડિમાન્ડ ઓછી આવે છે. જેના કારણે વેપારીઓ ચિંતિત જણાઈ રહ્યા છે. ચાલુ વર્ષે દિવાળીના ગણતરીના દિવસો બાકી હોય છતાપણ બહારના વેપારીઓ અને કંપનીઓ તરફથી માલની ડિમાન્ડ આવતી નથી તેમ વેપારીઓ જણાવી રહ્યા છે.

છોટાઉદેપુર મિલ માલિકો જણાવી રહ્યા છે કે ચાલુ વર્ષે બજારોમાં મંદી તથા મોંઘવારી હોય અને મધ્યપ્રદેશ તરફ રંગોળીનો ધંધો પુર જોશમાં ચાલતો હોય જેના કારણે ધંધો કરવામાં હવે મજા રહી નથી. જ્યારે બીજી તરફ મજૂરી કરતા આદિવાસી મજૂરો ખેતી કામ તથા મજૂરી અર્થે પર રાજયમાં તથા સૌરાષ્ટ્ર તરફ જતા રહેતા હોય એક પાલી કામ ચલાવવું પડે છે. જેથી ધંધો કરવો તો કેમ કરવો એ પ્રશ્ન વેપારીઓમાં ચર્ચાઈ રહ્યો છે. એક તરફ ડીઝલ મોંઘુ હોય જેથી ટ્રાન્સપોર્ટના વેપારીઓને પણ પોષાય તેમ નથી. અને કારખાનાના વેપારીઓ પણ સાહસ કરતા નથી. આવનારા દિવસોમાં દિવાળી નજીક આવતા બજારો ખુલે અને રંગોળીની ડિમાન્ડ વધે તેવી સૌ વેપારીઓ આશા બાંધીને બેઠા છે.

મધ્ય પ્રદેશ તરફ રંગોળીનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે છોટાઉદેપુર મીનરલ મર્ચન્ટ એસોસિએશન ના પ્રમુખ કૌશિક શાહ અને મહામંત્રી રમાકાંત ધોબી જણાવી રહ્યા છે કે છોટાઉદેપુર પંથકમાં હવે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે. પરંતુ અન્ય રાજ્યોમાંથી કે ગુજરાતમાંથી દર વર્ષની જેમ રંગોળીના માલની ડિમાન્ડ આવતી નથી. ગત વર્ષ કરતા પણ 30 ટકા ધંધો ઓછો જોવા મળી રહ્યો છે. જ્યારે મધ્ય પ્રદેશ તરફ રંગોળીનો ધંધો ફુલયો ફાલ્યો છે. મધ્યપ્રદેશમાં ઘણા નિયમોનું પાલન ન થતું હોય અને ટેક્સ ઓછો ચૂકવવાનો આવે છે. જ્યારે ઓવરલોડ માલ જતો હોય જેથી ત્યાંના વેપારીઓને ભાડું પોષાય તેમ છે. જ્યારે ગુજરાતમાં પાસિંગ 30 ટનનું હોય જેમાં 29 / 500 ટન જેટલું જ ભરવાનું હોય છે. જ્યારે બીજા રાજ્યોમ 50 ટન માલ પણ ભરાતો હોય છે. જ્યારે ઘણી છૂટછાટ હોય જેથી છોટાઉદેપુરમાં ધંધો થતો નથી. અને નુકસાન જાય છે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande