પોરબંદરના ચિત્રકાર નું ચિત્ર આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં પસંદગી પામ્યું.
પોરબંદર,21 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર કલાનગરી તરીકે જાણીતુ છે. અહીંના અનેક અર્ટીસ્ટોઓ કલા ક્ષેત્રે સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે. ત્યારે પોરબંદરની યશ કલગીમાં વધુ એક છોગુ ઉમેરાયુ છે . ત્યારે દિલ્હી ખાતે આયોજીત વોટર કલર પેઇન્ટિંગ આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમ
The artist's painting was selected for an international painting exhibition.


The artist's painting was selected for an international painting exhibition.


પોરબંદર,21 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર કલાનગરી તરીકે જાણીતુ છે. અહીંના અનેક અર્ટીસ્ટોઓ કલા ક્ષેત્રે સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે. ત્યારે પોરબંદરની યશ કલગીમાં વધુ એક છોગુ ઉમેરાયુ છે . ત્યારે દિલ્હી ખાતે આયોજીત વોટર કલર પેઇન્ટિંગ આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં કલાના સાધક એવા જાણીતા આર્ટીસ્ટ બલરાજ પાડલીયાના ચિત્રની પસંદગી પામ્યુ છે. પોરબંદરમા કલા ક્ષેત્રે અનેક સિધ્ધિ મેળવાનાર અને અનેક યુવા આર્ટીસ્ટોના માર્ગદર્શન તેમજ પોરબંદર ઈનોવેટીવ આર્ટીસ્ટ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ બલારાજ પાડલીયાનુ ચિત્ર દિલ્હી ખાતે આયોજીત વોટર કલર પેઇન્ટિંગ આંતરરાષ્ટ્રીય ચિત્ર પ્રદર્શનમાં પસંદગી પામ્યુ હતુ બલરાજ પાડલીયાનું પેઇન્ટિંગ “વેકેશન ઓફ બોટ્સ “ અસ્માવતી ઘાટ પોરબંદર પસંદગી પામ્યુ હતુ.આ ચિત્ર પ્રદર્શન દિલ્હી ખાતે 6 થી 9 ડિસેમ્બર દરમ્યાન IWS ઈન્ટરનેશનલ વોટર કલર સોસાયટી ખાતે યોજાયુ હતુ જેમનુ આયોજન World's Biggest Water colour Fastival organized byIWS ઇન્ડિયા 2nd ઓલમ્પિઆર્ટ 2024 માં 60 દેશના 550 ચિત્રકારોના ચિત્ર પ્રદર્શન યોજાયેલ જેમા 60 દેશના 550 ચિત્રકારોના ચિત્રો રજુ કરવામા આવ્યા હતા. આ પ્રસંગે IWS ના પ્રેસિડેન્ટ અતાનુર ડોગન -કેનેડા, IWS ઈન્ડિયા પ્રેસિડેન્ટ તથા સુપ્રસિદ્ધ ચિત્રકાર અમિત કપૂર-દિલ્હી તથા મેઘા હાંડા કપૂર સાથે મ્યુનિસિપલ કમિશનર ન્યૂ દિલ્હી સહિત અનેક આંતરરાષ્ટ્રીય દિગ્ગજ ચિત્રકારો અને સહયોગી સંસ્થાઓ ના પ્રતિનિધિઓની ઉપસ્થિત રહ્યા હતા ચિત્રકાર બલરાજ પાડલીયાને ઈનોવેટીવ આર્ટિસ્ટ ટ્રસ્ટના ચિત્રકાર કમલ ગોસ્વામી, શૈલેષ પરમાર, કરશન ઓડેદરા, દિનેશ પોરીયા, સમીર ઓડેદરા, ધારા જોશી, ભાવિક જોશી, દિપક વિઠલાણી તથા અનેક કલા રસીક મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande