સિદ્ધપુર દેથળી ચાર રસ્તા હાઇવે ઉપર પોલીસે ટ્રક ચાલકને માર મારતા ટ્રાફિકજામ
પાટણ,21 ડિસેમ્બર (હિ.સ.) સિદ્ધપુર દેથળી ચાર રસ્તા હાઇવે ઉપર શનિવારે સાંજે ટ્રક ચાલક આર.કનાગારાજ રામાસામી રહે.તામિલનાડુ વાળા પાલનપુર તરફથી આવી રહ્યા હતા ત્યારે દેથળી ચાર રસ્તા હાઇવે ઉપર પોલીસ ચેકિંગ દરમિયાન પોલીસે એચ.એસ.આર.પી નંબર પ્લેટ વગરની ટ્રક
સિદ્ધપુર દેથળી ચાર રસ્તા હાઇવે ઉપર  પોલીસે ટ્રક ચાલકને માર મારતા ટ્રાફિકજામ

સિદ્ધપુર દેથળી ચાર રસ્તા હાઇવે ઉપર  પોલીસે ટ્રક ચાલકને માર મારતા ટ્રાફિકજામ

સિદ્ધપુર દેથળી ચાર રસ્તા હાઇવે ઉપર  પોલીસે ટ્રક ચાલકને માર મારતા ટ્રાફિકજામ

પાટણ,21 ડિસેમ્બર (હિ.સ.) સિદ્ધપુર દેથળી ચાર રસ્તા હાઇવે ઉપર શનિવારે સાંજે ટ્રક ચાલક આર.કનાગારાજ રામાસામી રહે.તામિલનાડુ વાળા પાલનપુર તરફથી આવી રહ્યા હતા ત્યારે દેથળી ચાર રસ્તા હાઇવે ઉપર પોલીસ ચેકિંગ દરમિયાન પોલીસે એચ.એસ.આર.પી નંબર પ્લેટ વગરની ટ્રક હોવાથી મેમો ફાડવાની વાત કરતા ટ્રક ચાલકે જણાવ્યુ હતુ કે અમારે ત્યા આવી જ નંબર પ્લેટ ચાલે છે જેથી પોલીસ સાથે બોલાચાલી કરતા પોલીસે ટ્રક ચાલક ને દંડા વડે પગે માર માર્યો હોવાનુ ટ્રક ચાલકે આક્ષેપ કર્યો હતો જે બાદ ચાર રસ્તા ઉપર એકપણ ટ્રાફિક પોલીસ કે અધિકારી હાજર ન હતા જેથી ટ્રક ચાલક હાઇવે વચ્ચે બેસી જતા લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા જેના કારણે હાઇવે ઉપર ટ્રાફિકજામ ની સ્થિતી સર્જાઈ હતી.અને ટોળા દ્રારા વાહનો ને અટકાવવામાં આવતા હતા. જે બાદ સિદ્ધપુર પોલીસ સ્થળ ઉપર પહોચી ટોળાઓ ને હટાવી ટ્રાફિક ખુલ્લો કરાયો હતો અને 108 મારફતે ઇજાગ્રસ્ત ટ્રક ચાલક ને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર

 rajesh pande