‘વિશ્વ ધ્યાન દિવસ’ નિમિત્તે ચોર્યાસી તાલુકાના કનકપુર કનસાડ ખાતે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ધ્યાન શિબિર યોજાઈ
સુરત,21 ડિસેમ્બર (હિ.સ.) સંયુક્ત રાષ્ટ્ર મહાસભા-યુનોએ તા.21ડિસેમ્બરના દિવસને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે જાહેર કરવાના પ્રસ્તાવને સર્વાનુમતે સ્વીકાર્યો છે, જેના ભાગરૂપે ચોર્યાસી તાલુકાના કનકપુર કનસાડ ખાતે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા પ્રથમ ‘વિશ્વ ધ્યાન
વિશ્વ ધ્યાન દિવસ


સુરત,21 ડિસેમ્બર (હિ.સ.) સંયુક્ત રાષ્ટ્ર મહાસભા-યુનોએ તા.21ડિસેમ્બરના દિવસને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે જાહેર કરવાના પ્રસ્તાવને સર્વાનુમતે સ્વીકાર્યો છે, જેના ભાગરૂપે ચોર્યાસી તાલુકાના કનકપુર કનસાડ ખાતે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા પ્રથમ ‘વિશ્વ ધ્યાન દિવસ’ નિમિત્તે ધ્યાન શિબિર યોજાઈ હતી. સુરત જિલ્લા કોર્ડિનેટર સુરેશ ચૌહાણની ઉપસ્થિતિમાં બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા પ્રથમ ‘વિશ્વ ધ્યાન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. બ્રહ્માકુમારી સંસ્થાના ધ્યાન સાધકોએ ધ્યાન કરીને ધ્યાન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

નોંધનીય છે કે, પ્રવર્તમાન સમયમાં તણાવ, અનિશ્ચિતતા અને સ્પર્ધાએ વર્ચસ્વ જમાવ્યું છે ત્યારે ભારતીય યોગ અને ધ્યાન એ માનવજાત માટે આશાનું એક કિરણ છે. માનસિક શાંતિ અને સુખાકારી માટે ધ્યાન સાધના આશીર્વાદરૂપ બની છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande