પોરબંદર,07 ઓકટોબર (હિ.સ.) એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હીમાંશુ મક્કા તથા કોન્સ્ટેબલ નટવર ઓડેદરાને મળેલ હકીકત આધારે, બરડા ડુંગર ખંભાળા ડેમ થી દક્ષીણે આશરે એક કી.મી. દુર પાણીની જરમાં આરોપી નાથા જીવાભાઈ રબારી ની દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીમાંથી દેશી પીવાનો દારૂ લી.130 કી.રૂા. 26,000/- તથા દારૂની વાસવાળા 50-50 લીટરના પ્લાસ્ટીકના કેરબા નંગ-2 કી.રૂા. 200 તથા દારૂની વાસવાળા 15-15 લીટરના પતરાના ડબ્બા નંગ-2 કી.રૂા. 10 તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર 600 કી.રૂા. 15,000 તથા આથાની વાસવાળા 200-200 લીટરના પ્લાસ્ટીકના બેરલ નંગ-2 - કી.રૂા. 800 તથા પ્લાસ્ટીકના 20p-200 લીટરના ખાલી બેરલ નંગ-૨ કી.રૂા. 800 આથાની વાસવાળુ 20p લીટરનું પતરાનું બોઇલર બેરલ નંગ-1 કી.રૂા. 400 તથા 200 લીટરનું 1 પતરાનું ફીલ્ટર બેરલ નંગ-1 કી.રૂા. 400 તથા પતરાના 15-15 લીટરના ખાલી ડબ્બા નંગ-20 ની કી.રૂા. 100 તથા તાંબાની ગુંચળા આકારની નળી નંગ-1 ની કી.રૂા. 500 મળી કુલ રૂ।. 44,210 નો મુદામાલ મળી આવતા હાજર નહી મળી આવેલ આરોપી નાથા જીવાભાઈ રબારી વિરૂધ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હા રજીસ્ટર્ડ કરાવેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya